Ahmedabad રેલવે DRM ઓફિસના નામે તોડબાજીનો પર્દાફાશ, રૂ.40 લાખના બોગસ કૌભાંડનો દાવો કરી અંકિત પાંડે અને યોગેશ મિશ્રા સામે FIR!

📅 Published: October 2, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ સ્થિત રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ની ઓફિસના નામે ખોટા આક્ષેપો કરીને આર્થિક તોડબાજી કરવાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. DRM ઓફિસમાં રૂ.40 લાખનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તેવો બોગસ દાવો કરીને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પાસે ગેરકાયદે પૈસા પડાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે કાવતરું ઘડનારા યોગેશ મિશ્રા અને અંકિત પાંડે નામના બે શખ્સો સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વર્ક ઓર્ડરમાં છેડછાડ અને ACM ને બદનામ કરવાની ધમકી

મળેલી માહિતી અનુસાર, આરોપીઓએ રૂ.4.80 લાખના અસલ વર્ક ઓર્ડરના સરકારી દસ્તાવેજોમાં મનસ્વી રીતે છેડછાડ કરી તેને રૂ.40 લાખના કૌભાંડ તરીકે ઉપસાવ્યો હતો. ત્યારબાદ આ તથ્યવિહીન વિગતોનો ઉપયોગ કરીને રેલવેના આસિસ્ટન્ટ કમર્શિયલ મેનેજર (ACM) પાસે ગેરકાયદેસર નાણાંની માગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ પોતાના મનસૂબા પાર પાડવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેલવે તંત્ર અને અધિકારીઓ વિરૂદ્ધ ભ્રામક અને ખોટી પોસ્ટ્સ વાયરલ કરી હતી તેમજ જો માગેલા પૈસા નહીં આપવામાં આવે તો વધુ બદનામ કરવાની ધમકીઓ પણ આપી હતી.

શહેરકોટડા પોલીસ ચોપડે ગુનો દાખલ, તપાસ તેજ

રેલવે અધિકારીઓ દ્વારા આ બ્લેકમેલિંગ અને તોડબાજીના પ્રયાસ સામે ઝૂકવાના બદલે કાયદાકીય માર્ગ અપનાવવામાં આવ્યો હતો. આ મામલે અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે અંકિત પાંડે અને યોગેશ મિશ્રા વિરૂદ્ધ છેડછાડ, ધમકી અને તોડબાજીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને સોશિયલ મીડિયા પર વાયરલ કરાયેલા પુરાવાઓ એકત્ર કરી બંને આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabadના રિલીફ રોડ પર વેપારીઓનો હલ્લાબોલ, QR કોડ પર કાળી પટ્ટી બાંધી મનાવ્યો ‘NO UPI Day’!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *