Suratમાં શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરતા ઠગની સાઈબર ક્રાઈમ સેલે કરી ધરપકડ

📅 Published: October 2, 2026 | 📂 Category: Surat

સુરતમાં શેર માર્કેટમાં રોકાણના નામે સાયબર ફ્રોડ આચરતી ગેંગ સામે સુરત સાયબર ક્રાઇમ સેલે નાસતા-ફરતા મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. અગાઉ આ જ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપીઓએ બે ફરિયાદીઓને શેર બજારમાં રોકાણ કરવાથી નફો મળશે તેવી લાલચ આપી હતી. મોટો નફો બતાવીને ફરિયાદીઓનો વિશ્વાસ જીતી લીધો હતો, ત્યારબાદ ફરિયાદીઓ પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.24.99 લાખ ટ્રાન્સફર કરાવીને આરોપીઓએ પોતાના મોબાઈલ સ્વિચ ઓફ કરી સંપર્ક તોડી નાખ્યો હતો.

ભાડે આપેલા એકાઉન્ટમાંથી કરોડોના ટ્રાન્ઝેક્શન

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપી અશ્વિન ગોહિલે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર માફિયાઓને માત્ર રૂ.26,000ના કમિશન પેટે ભાડે આપ્યું હતું. સાયબર ક્રાઇમ સેલે બેંક ખાતાની ઊંડાણપૂર્વક ચકાસણી કરતાં માલૂમ પડ્યું હતું કે આ ભાડાના એકાઉન્ટમાં કુલ રૂ.2.72 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો (ટ્રાન્ઝેક્શન) આચરવામાં આવ્યા છે. આરોપી અશ્વિન કમિશનની લાલચમાં સાયબર ઠગોને પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરવા દેતો હતો.

NCCRP પોર્ટલ પર દેશભરમાં 37 ફરિયાદો નોંધાઈ

નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ચકાસણી કરતાં સામે આવ્યું છે કે આરોપીના આ જ બેંક ખાતા સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધીમાં આશરે 37 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપી અશ્વિન ગોહિલની કડક પૂછપરછ શરૂ કરી છે અને આ આંતરરાજ્ય સાયબર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે આગળની કાનૂની તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *