બોટાદમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરીને તેમના સરકારી વાહનોના ફોટા અને લોકેશન વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાના આરોપમાં છ લોકો સામે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ખાણખનીજ વિભાગના માઈન સુપરવાઈઝર ચિંતનભાઈ લંગાળીયાએ ફરિયાદ નોંધાવી છે. અધિકારીઓ ચેકિંગ માટે જતા ત્યારે આરોપીઓ તેમની રેકી કરતા અને સરકારી વાહનોના ફોટા પાડીને વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હતા. અધિકારીઓએ ઉમેશ જોગરાણાનો મોબાઈલ તપાસ્યો. તેમાં અધિકારીઓનું લોકેશન ટ્રેક કરીને ખાણખનીજ સાથે સંકળાયેલા લોકોને માહિતી પહોંચાડવામાં આવતી હતી. મોબાઈલ તપાસ દરમિયાન તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા. માઈન સુપરવાઈઝરની ફરિયાદના આધારે બોટાદ ટાઉન પોલીસે ઉમેશ બાથા જોગરાણા, અજય ભગાજી રાઠોડ, વિજય ભગાજી રાઠોડ, દિપક બારૈયા, રઘુ રૂડા ખાંભલીયા અને અમન મનુભાઈ ભુરાણી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બોટાદમાં ખાણખનીજ અધિકારીઓની રેકી કરી લોકેશન શેર કર્યું:સરકારી વાહનોના ફોટા અને લોકેશન વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાના આરોપમાં 6 સામે ફરિયાદ
📅 Published: October 2, 2026 |
📂 Category: gujarati-news
