Ahmedabad News: ઉધારી ન ચુકવતા ખેલાયો ખુની ખેલ! પાન પાર્લર માલિકની નિર્મમ હત્યા

📅 Published: October 2, 2026 | 📂 Category: Crime

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં માત્ર રૂ. 1,600ના સામાન્ય ઉધારના પૈસાના વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતા એક નિર્દોષ વેપારીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સાબરમતી રેલવે સ્ટેશન સામે મહાકાળી પાન પાર્લર ચલાવતા 50 વર્ષીય રાજેશભાઈ ઠાકોર પર આરોપીએ અદાવત રાખીને છરીથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 30 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે રાજેશભાઈ પોતાના પાન પાર્લર પર હાજર હતા. આ દરમિયાન સાબરમતીમાં રહેતો અને ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો આરોપી અનિલ ઉર્ફે હીરાજી ઠાકોર ત્યાં આવ્યો હતો. અગાઉના બાકી નીકળતા રૂ. 1,600 ચૂકવવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે જ દિવસે સવારે પણ અનિલ ઉધાર માલ લેવા આવ્યો હતો, પરંતુ રાજેશભાઈએ જૂના પૈસા ચૂકવ્યા વગર નવો માલ આપવાની ના પાડી દીધી હતી. આ બાબતની અદાવત રાખીને રાત્રે ફરી આવેલા અનિલે ઝઘડો કરી રાજેશભાઈ પર છરીના ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઈ ગયો હતો.

Ahmedabad News: Pan Parlor Owner Murdered in Sabarmati, Ahmedabad Over Rs 1,600 Due

હોસ્પિટલમાં સારવાર અને પરિવારનો આક્રોશ

ગંભીર રીતે ઘાયલ થયેલા રાજેશભાઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે દિવસ સુધી સંઘર્ષ કર્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. પરિવારે ન્યાયની માંગણી સાથે હોસ્પિટલ અને પોલીસની બેદરકારીને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મૃતક રાજેશભાઈ પોતાના પરિવાર સાથે સાબરમતી લક્ષ્મણજીની ચાલીમાં રહેતા હતા અને આ પાન પાર્લર ચલાવીને જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

Ahmedabad News: Pan Parlor Owner Murdered in Sabarmati, Ahmedabad Over Rs 1,600 Due

આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને પોલીસ કાર્યવાહી

સાબરમતી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી અનિલ ઉર્ફે હીરાજી ઠાકોરની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપી અનિલ વિરુદ્ધ અગાઉ વર્ષ 2009 અને 2020 માં પણ મારામારી તેમજ પ્રોહિબિશન અંગેના ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad News: બાવળા-બગોદરા હાઇવે પર સર્જાયો અકસ્માત, રખડતાં ઢોરે લીધો માસુમનો જીવ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *