Surendranagar : મુકબધીર છાત્રો સાથે અત્યાચાર કરનારા બે જેલ ભેગા

📅 Published: October 2, 2026 | 📂 Category: gujarati-news

સરકારે બાળકો પર થતા અત્યાચારને રોકવા પોકસોનો કડક કાયદો અમલમાં મુકયો છે. ત્યારે બાળકોની સારસંભાળ રાખવાની જેની જવાબદારી છે, જેના માટેનું તેઓ વેતન લે છે તેવા ગૃહમાતા અને ગૃહપતિ જ બાળકો પર અત્યાચાર કરતા હોવાનું ધૃણાસ્પદ કૃત્ય સામે આવ્યોયો હતો. સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં માનવ સેવા સંઘ સંચાલીત અંધ વિદ્યાલય, વૃધ્ધાશ્રમ અને મુકબધીર શાળા આવેલી છે. જેમાં ડી.એસ.પારેખ મુક બધીર શાળામાં 15 કન્યાઓ અને 27 કુમારો અભ્યાસ કરે છે. આ બધીર શાળા એ ગ્રાન્ટેડ શાળા છે. આ શાળામાં બાળકો પાસે કામ કરાવાતુ હોવાની સહિતની ગંભીર અને ગુપ્ત રજુઆતો તંત્રને મળી હતી. ત્યારે ગુરૂવારે જિલ્લા કલેકટર જી.એચ.સોલંકીના માર્ગદર્શનથી વઢવાણ પ્રાંત અધીકારી એમ.જે.ભરવાડ, વઢવાણ બીઆરસી નરેશભાઈ બદ્રેશીયા સહિતનાઓ સંસ્થામાં દોડી ગયા હતા. અને મુક બધીર શિક્ષકો દ્વારા બાળકોની પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારૂ સત્ય સામે આવ્યુ હતુ. જેમાં ગૃહમાતા સોનલબેન ચૌહાણ દ્વારા દિકરીઓને માનસીક ત્રાસ આપવો, માર મારવો, ભુખ્યા રાખવા, રાત્રે 12 કલાક સુધી માલીશ કરાવવી, ઘરકામ કરાવવા જેવા પુરાવા મળ્યા હતા. જયારે ગૃહપતિ પ્રશાંત ભટ્ટની પણ ફરિયાદો મળી હતી. જેમાં દારૂનું સેવન કરવુ, દિકરાઓ પાસે કામ કરાવવુ જેવી બાબતો સામે આવી હતી. બીજી તરફ મુક બધીર બાળકો માટે અનેક દાતાઓ કરીયાણુ સહિતની ચીજવસ્તુઓ દાન કરે છે. ત્યારે આ વસ્તુઓ બારોબાર વેચી દેવામાં આવતી હોવાના પણ પ્રાથમીક પુરાવા મળ્યા હતા. આ બનાવમાં ગુરૂવારે મોડી રાત્રે જિલ્લા સુમાજ સુરક્ષા અધીકારી મહીપાલસિંહ ડાભીએ ફરિયાદી બની 80 ફુટ રોડ પર આવેલ શિવાજી પાર્કના અને હાલ સંસ્થાના કવાર્ટરમાં રહેતા સોનલબેન રમેશભાઈ ચૌહાણ તથા સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં આવેલ નીલકંઠ પાર્કમાં રહેતા પ્રશાંત અરવિંદભાઈ ભટ્ટ સામે એ ડીવીઝન પોલીસ મથકે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાતા જ એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા સહિતની ટીમે બન્નેની ધરપકડ કરી છે. અને બન્નેને શુક્રવારે સાંજે કોર્ટ સમક્ષ રજુ કરી જેલ હવાલે કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *