Vadodara : ડભોઇ શહેર તાલુકા કૉંગ્રેસ દ્વારા પૂ. મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ

📅 Published: October 2, 2026 | 📂 Category: Baroda

22

ડભોઇ : 2જી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોતીબાગ તેમજ ટાવર ચોક ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી તેમજ ફુલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. જેમાં ડભોઇ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ, ડભોઇ શહેર પ્રમુખ સતિષ રાવલ, તાલુકા પ્રમુખ સુધીર બારોટ, નગરપાલિકાના ઉપપ્રમુખ નૂર મોહંમદ મહુડાવાલા, અફ્ઝલ કાબાવાલા, ગોપાલ જીનવાલ તેમજ નગરપાલિકાના સભ્યો આગેવાનો કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાન સુધીર બારોટે જણાવ્યું હતું કે, ગાંધીજીએ આપણને જીવનમૂલ્યો અને સેવાભાવ શીખવ્યો છે. તે અંતર્ગત શાળાના બાળકો દ્વારા સુંદર પ્રસ્તુતિ પણ કરાઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતા આપણે જાતે જ રાખવી પડશે. વર્તમાન સ્થિતિમાં પૂજ્ય બાપુના વિચારો અને સિદ્ધાંતોને વળગી રહીને સ્વચ્છતા જાળવવી જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *