Valsad: ધરમપુર ખાતે મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિની ઉજવણી

📅 Published: October 2, 2026 | 📂 Category: Valsad

22

ધરમપુર,વલસાડ : ધરમપુર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ તથા ભારતના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે ધરમપુર ગાંધીબાગ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસલક્ષી અને જનહિતના કાર્યોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભપાઓનું પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયુ હતું. આ પ્રસંગે બાપુના સ્વચ્છતા એ જ સેવાના વિચારને સાકાર કરવાની દિશામાં ઉપસ્થિતોએ સ્વચ્છતા સંકલ્પની પ્રતિજ્ઞા લીધી હતી. ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ અને ધરમપુર શહેર ભાજપ પ્રમુખ અમિત ચૌરેરાએ મહાત્મા ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો રજુ કર્યા હતાં. નગરપાલિકા પ્રમુખ મયંક મોદી, ચીફ ઓફિસર વિજય ઇટાલીયા સહિત પાલિકા સભ્યો અને અગ્રણીઓએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ ગાંધીબાગ સહિત આસપાસના વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરાયુ હતું. લોકમંગલમ ટ્રસ્ટના ડૉ. નીલમભાઇ પટેલ દ્વારા ગાંધીજીના વિચારો પર આધારિત પ્રદર્શનનું આયોજન કરાયુ હતું. જેને ઉપસ્થિતોએ નિહાળ્યુ હતું. કાર્યક્રમના અંતે ડૉ. નીલમ પટેલે આભારવિધિ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *