Surat: ઐતિહાસિક દાંડીકૂચના સાક્ષી ભટગામની પ્રા.શાળામાં ગાંધીજયંતિની ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયા

📅 Published: October 2, 2026 | 📂 Category: Surat

14

સાંધીએર :ગાંધીજીની 157મી જન્મજ્યંતિ પ્રસંગે દેશની આઝાદી સમયે દાંડીકૂચ યાત્રા સાથે જોડાયેલા ઓલપાડ તાલુકાના ભટગામની સરકારી પ્રા.શાળામાં શાળા પરિવારે વિવિધ કાર્યક્રમો યોજ્યા હતાં. આ પ્રસંગે શાળાનાં આચાર્ય વિજય પટેલે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાળકોને કહ્યું કે, દેશની આઝાદી ની લડત સમયે અંગ્રેજ સરકારે મીઠા ઉપર નાંખેલ ‘કર’ નાં કાળા કાયદાનાં વિરોધમાં ગાંધીજીએ સનેઃ1930માં અમદાવાદનાં સાબરમતી આશ્રમથી નવસારીનાં દાંડી સુધી દાંડીકૂચ કરી હતી. આ દાંડીકૂચ દરમિયાન ગાંધી બાપુએ આપણી ભટગામની પ્રા.શાળામાં રાત્રી રોકાણ કર્યું હતું. ભટગામ ગાંધી આશ્રમનાં કન્વીનર કમ કેરટેકર ગૌરવ ગોસ્વામી અને કાર્તિક પટેલે સૌને વ્યસનમુક્તિ અને સ્વચ્છતાનાં શપથ લેવડાવ્યા હતા. વક્તૃત્વ સ્પર્ધાનાં વિજેતા બાળકોને ઈનામ અપાયા હતાં. શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા દાંડીપથ સ્થિત ગાંધી નિવાસ ખાતે ચરખા કાંતણ, સર્વધર્મ પ્રાર્થના અને સ્વચ્છતા અભિયાન જેવાં કાર્યક્રમો યોજાયા હતાં. કાર્યક્રમમાં શાળાની ઉપ શિક્ષિકા નિમિષા પટેલ, જીનલ પટેલ તથા કલ્પના પટેલનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ આકર્ષક રંગોળી તૈયાર કરી હતી. કાર્યક્રમમાં વાલીઓ,ગ્રામજનો હાજર રહ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *