Surat: કોસંબા ત્રિપલ મર્ડર : આરોપી ઉર્મિલાને સાથે રાખી મૃતક શાંતાબેનનાં ઘરે રિકંસ્ટ્રક્શન કરાયું

📅 Published: October 2, 2026 | 📂 Category: Surat

12

કોસંબા બહુચર્ચીત માતા, સાળી અને દાદી સાસૂની 8 મહિનાનાં ટૂંકા ગાળામાં એક જ મોડેસ ઓપરેન્ડીથી હત્યાની ઘટનાને અંજામ આપનાર ત્રિપલ મર્ડર ગુનામાં સામેલ દંપતી પૈકી ઉર્મિલાને સાથે રાખીને કોસંબા પોલીસે ગુના સ્થળે રીકંસ્ટ્રક્શન કર્યુ હતું. અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકાનાં વાલથેરા ગામે મહાદેવ મંદિર પાસે રહેતા માધવદાસ ભક્તિરામ સાધુ (ઉ.વ.40) અને એની પત્ની ઉર્મિલાએ સાથે મળીને 2022નાં વર્ષમાં 8 મહિનાનાં ટૂંકા સમયગાળામાં કોસંબા ખાતે કબ્રસ્તાન ફળિયામાં રહેતા પોતાની 85 વર્ષીય દાદી સાસૂ શાંતાબેન ગંભીરભાઇ વસાવા, સાળી ભારતી સહિત માધવની સગી માતાની હત્યા કરી હતી. આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હત્યારા દંપતીની ધરપકડ કરી કોસંબા પોલીસને સુપ્રત કર્યુ છે. આ મામલે આરોપી દંપતીના સાત દિવસનાં રિમાન્ડ મેળવાયા બાદ કોસંબા પોલીસે બે દિવસ પહેલા આરોપી માધવને સાથે રાખીને રીકંસ્ટ્રક્શન કરી શાંતાબેનની ઘરની ઓસરીમાંથી મૃતકનું કંકાલ શોધી કાઢયું હતું. કોસંબા પોલીસે મહિલા પોલીસની હાજરીમાં આ ગુનામાં સહ આરોપી માધવની પત્ની ઉર્મિલા ઉર્ફે જયાને બનાવનાં સ્થળે લઇ ગઇ હતી. અને કેવી રીતે બંનેએ ભેગા મળીને શાંતાબેનની હત્યા કરી જે અંગે પોલીસે ઉર્મિલા પાસે રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે મૃતક શાંતાબેનનાં ઘરની ઓસરીમાંથી ખાડો ખોદી કંકાલ કબજે લીધા બાદ મરનાર ભારતી અંગે વધુ પૂછપરછ કરતા આરોપી દંપતીએ ભારતીનું બિમારીમાં મોત થયુ હોય અને સગાસબંધીઓની હાજરીમાં કોસંબા ખાતે સમાજનાં રીતી રીવાજ મુજબ જેની દફન વિધિ કરવામાં આવી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. ત્રિપલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યા બાદ ઉર્મિલા સોના-ચાંદીનાં ઘરેણા સહિત રોકડ રકમ લઇને પતિ માધવથી 9 મહિના સુધી અલગ-અલગ જગ્યાએ સગાસબંધીઓનાં ત્યાં રખડતી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *