Ahmedabad : પેકેટના આગળના ભાગે ખાંડ, મીઠું અને ફેટની વિગતો મોટા અક્ષરે છાપવાનો નિયમ કાગળ પર

📅 Published: October 2, 2026 | 📂 Category: Ahmedabad

ગ્રાહકોના સ્વાસ્થ્ય અને હિતની સુરક્ષા માટે પેકેજ્ડ ફૂડ બનાવતી કંપનીઓ માટે લેબલિંગના નિયમો સખત બનાવવાની કવાયત દેશભરમાં હજુ પણ કાગળ પર જ અટવાયેલી છે. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ્ ઈન્ડિયા(FSSAI)દ્વારા પેકેજ્ડ પ્રોડક્ટ્સ માટે ‘ફરન્ટ-ઓફ્-પેક ન્યુટ્રિશન લેબલિંગ’ નિયમો હેઠળ સુધારા સૂચવાયા હતા. આ જોગવાઈ અનુસાર પેકેટના આગળના મુખ્ય ભાગે જ ખાંડ, મીઠું અને ચરબીનું પ્રમાણ મોટા અને સુવાચ્ય અક્ષરોમાં તેમજ ભલામણ કરેલ દૈનિક માત્રાની ટકાવારી સાથે દર્શાવવાનું ફરજિયાત કરવાની દિશા નક્કી થઈ હતી. જોકે, ઉત્પાદક કંપનીઓને જૂનું પેકિંગ મટીરિયલ વાપરી નાખવા આપવામાં આવેલી મુદત પૂર્ણ થઈ હોવા છતાં બજારમાં તેનો ચુસ્ત અમલ થતો નથી.

સામાન્ય નાગરિક ટ્રાફ્કિના નિયમનો ભંગ કરે તો તંત્ર સ્થળ પર જ દંડ ફ્ટકારે છે, પરંતુ લાખો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ મુદ્દે તંત્ર ઢીલાશ દાખવી રહ્યું છે. આ મામલે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરાવી ગુજરાતભરના બજારોમાં સઘન તપાસ હાથ ધરવા રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર સમક્ષ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ્ મેડિકલ રિસર્ચ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં યુવા વર્ગમાં વધી રહેલા સાયલન્ટ હાર્ટ એટેક, ટાઈપ-2 ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને સ્થૂળતા પાછળ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડમાં છૂપાયેલી ખાંડ અને સોડિયમ મુખ્ય પરિબળ છે. જો પેકેટના આગળના ભાગે જ આ તત્વોની માત્રા બોલ્ડ અક્ષરે અંકિત હોય તો ગ્રાહક ખરીદી કરતી વખતે જાગૃત નિર્ણય લઈ શકે અને પ્રજાના કરોડો રૂપિયાના તબીબી ખર્ચની બચત થઈ શકે તેમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *