તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના 138મા એપિસોડમાં આમળાંનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “આ ફળ ભારતીય ઘરોની પરંપરાનો એક ભાગ છે અને આપણા પૂર્વજો પેઢીઓથી તેના ગુણોની ચર્ચા કરતા આવ્યા છે.” આમળાં ભારતીય ભોજન, સંસ્કૃતિ અને ચિકિત્સા પદ્ધતિનો અભિન્ન હિસ્સો છે. એક લોકકથા અનુસાર, સમુદ્રમંથન દરમિયાન અમૃતનાં થોડાં ટીપાં ધરતી પર પડ્યાં હતાં અને તેમાંથી જ આમળાંનું વૃક્ષ ઉત્પન્ન થયું હતું. આ કથા ભલે પૌરાણિક હોય, પરંતુ પોષણની બાબતમાં આમળાં ખરેખર કોઈ અમૃતથી ઓછા નથી. આમળાંનું એક વૃક્ષ 65-70 વર્ષ સુધી ફળ આપી શકે છે. આ નાનું ફળ પેક્ટિન, એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન-Cથી ભરપૂર હોય છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, એક આમળાંમાં 3 સંતરા અથવા 16 કેળાં કરતાં પણ વધુ વિટામિન-C હોય છે. આ જ કારણ છે કે તેને વિટામિન-Cનો પાવરહાઉસ કહેવામાં આવે છે. આથી આજે ‘કામના સમાચાર’માં આમળાંના હેલ્થ બેનિફિટ્સ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- અમૃતા મિશ્રા, સીનિયર ડાયટિશિયન, દિલ્હી પ્રશ્ન- આમળાંને સુપરફૂડ કેમ કહેવામાં આવે છે? જવાબ- તેને પોઇન્ટર્સ દ્વારા સમજીએ- પ્રશ્ન- આમળાંમાં કયા કયા પોષક તત્વો હોય છે? જવાબ- તેમાં વિટામિન-C સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા અનેક જરૂરી પોષક તત્વો પણ હોય છે. આમળાંમાં પોલિફેનોલ્સ, ફ્લેવોનોઇડ્સ અને ટેનિન્સ જેવા એન્ટીઑક્સિડેન્ટ્સ પણ હોય છે, જે શરીરને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે. ગ્રાફિકમાં આમળાંની ન્યુટ્રિશનલ વેલ્યુ જોઈએ- પ્રશ્ન- જો કોઈ 30 દિવસ સુધી દરરોજ એક આમળું ખાય તો શરીરમાં શું ફેરફારો થાય છે? જવાબ- મુદ્દાઓ દ્વારા સમજીએ- સૌથી પહેલા તેની અસર પાચનતંત્ર પર પડે છે. આમળામાં ફાઇબર હોય છે, જે કબજિયાતની સમસ્યા ઘટાડવામાં અને પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમળું વિટામિન-C અને એન્ટીઑક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે. તે શરીરમાં સોજો અને ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે, જેથી કોષોનું રક્ષણ થાય છે. દરરોજ આમળું ખાવાથી શરીરને સતત વિટામિન-C મળે છે. તે રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે. વિટામિન-C કોલેજન બનાવવા માટે જરૂરી છે. કોલેજન ત્વચાને સ્વસ્થ અને લચીલી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આમળું બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. આ જ કારણસર તેને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પ્રશ્ન- આમળાં ખાવાની સૌથી સારી રીત કઈ છે? જવાબ- આમળાં ખાવાની કોઈ એક ‘પરફેક્ટ’ રીત નથી. તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે તેને તમારા આહારમાં કેટલી સરળતાથી સામેલ કરી શકો છો. મુદ્દાઓ દ્વારા સમજીએ- પ્રશ્ન- કાચાં આમળાં વધુ ફાયદાકારક છે કે આમળાંનો રસ? જવાબ- બંનેના પોતાના ફાયદા છે, પરંતુ પોષણની દૃષ્ટિએ કાચું આમળું વધુ સારું માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે કાચું આમળું ખાવાથી શરીરને ફાઇબર, વિટામિન-C અને અન્ય પોષક તત્ત્વો કુદરતી સ્વરૂપે મળે છે. જ્યારે આમળાંના રસમાંથી પણ વિટામિન-C અને એન્ટીઑક્સિડન્ટ્સ મળે છે, પરંતુ રસ બનાવતી વખતે ફાઇબરનું પ્રમાણ થોડું ઘટી જાય છે. ગ્રાફિકમાં બંને વચ્ચેનો તફાવત જોઈએ- પ્રશ્ન- આમળાં, મુરબ્બો, કેન્ડી અને પાવડરમાંથી સૌથી શ્રેષ્ઠ શું છે? જવાબ- પોઇન્ટર્સથી સમજીએ- પ્રશ્ન- એક દિવસમાં કેટલાં આમળાં ખાવાં જોઈએ? જવાબ- હેલ્થ એક્સપર્ટ્સ સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિને દરરોજ 1થી 2 તાજાં આમળાં ખાવાની સલાહ આપે છે. આટલી માત્રામાં આમળાંં ખાવાથી શરીરને વિટામિન-C, ફાઇબર અને એન્ટીઑક્સિડન્ટ્સ મળી જાય છે. પ્રશ્ન- શું ખાલી પેટે આમળાં ખાવાં યોગ્ય છે? જવાબ- જો ખાલી પેટે આમળાં ખાવાથી કોઈ તકલીફ ન થતી હોય, તો તેને સવારે ખાઈ શકાય છે. પરંતુ જો પેટમાં બળતરા, એસિડિટી અથવા અસ્વસ્થતા અનુભવાય, તો તેને ભોજન સાથે અથવા ભોજન પછી ખાવું વધુ સારું છે. પ્રશ્ન- શું ડાયાબિટીસના દર્દીઓ આમળાં ખાઈ શકે છે? જવાબ- હા, આમળામાં ઓછી કેલરી હોય છે, ફાઇબર હોય છે અને તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ ખૂબ ઓછો છે. આ જ કારણસર તેને ડાયાબિટીસ-ફ્રેન્ડલી ફૂડ્સમાં ગણવામાં આવે છે. આમળાં વિશેના મોટા દાવા, કેટલા સાચા? પ્રશ્ન- શું દરરોજ આમળાં ખાવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે? જવાબ- ના, એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી કે દરરોજ આમળાં ખાવાથી સફેદ વાળ ફરીથી કાળા થઈ જાય છે. આ એક ખૂબ જ લોકપ્રિય દાવો છે, પરંતુ વાળનો રંગ મેલેનિન નામના પિગમેન્ટથી નક્કી થાય છે. પ્રશ્ન- શું આમળાં ખાવાથી ચશ્માં ઉતરી શકે છે? જવાબ- ના, આ એક સામાન્ય માન્યતા છે. ચશ્માં સામાન્ય રીતે આંખોની રચનામાં ફેરફાર અથવા માયોપિયા (નજીકનું ચશ્મું), હાયપરોપિયા (દૂરનું ચશ્મું) અને એસ્ટિગ્મેટિઝમ જેવી દ્રષ્ટિની ખામીઓને કારણે પહેરવા પડે છે. આમળાં ખાવાથી આ સમસ્યાઓ દૂર કરી શકાતી નથી. પ્રશ્ન- શું આમળાં વજન ઘટાડે છે? જવાબ- વજન ઘટાડવા માટે માત્ર આમળાં ખાવાં પૂરતું નથી. જોકે, તે ઓછી કેલરીવાળું અને ફાઇબરથી ભરપૂર ફળ છે. પરંતુ અમે એમ કહી શકતા નથી કે માત્ર આમળાં ખાવાથી વજન ઘટી જશે. સંતુલિત આહાર અને કસરત સાથે તેનું સેવન ફાયદાકારક થઈ શકે છે. પ્રશ્ન- શું આમળાં ફેટી લિવરને ઠીક કરી દે છે? જવાબ- ના, આમળાં ફેટી લિવરને ઠીક કરતું નથી અને ન તો તે આ બીમારીની સારવાર છે. પ્રશ્ન- શું આમળાં કેન્સરથી બચાવે છે? જવાબ- આમળાંમાં વિટામિન-C અને એન્ટીઑક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. જોકે, આમળાં ખાવાથી કેન્સર નહીં થાય અથવા તેનાથી કેન્સરની સારવાર કરી શકાય છે, એવો કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવો નથી. તેથી આમળાં કેન્સરથી બચાવની ગેરંટી નથી, પરંતુ તે હેલ્ધી ડાયટનો એક ભાગ છે. પ્રશ્ન- શું આમળાં ખાવાથી એજિંગ સ્પીડ ઓછી થઈ જાય છે? જવાબ- આમળાં ખાવાથી ઉંમર વધવાની પ્રક્રિયા અટકી જાય છે અથવા વ્યક્તિ લાંબા સમય સુધી યુવાન રહે છે, એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. ઉંમર વધવી એક કુદરતી પ્રક્રિયા છે, જેના પર આનુવંશિકતા, ખોરાક, ઊંઘ, શારીરિક પ્રવૃત્તિ અને જીવનશૈલીની પણ અસર પડે છે. પ્રશ્ન- શું આમળાથી શરીરને ડિટૉક્સ કરી શકાય છે? જવાબ- નહીં, સ્વસ્થ લિવર અને કિડની જ શરીરને કુદરતી રીતે ડિટૉક્સ કરવાનું કામ કરે છે.
PM મોદીએ આમળાંના ગુણો જણાવ્યા:એક આમળાંમાં 3 સંતરા ને 16 કેળાં કરતાં પણ વધુ વિટામિન C; જાણો સુપરફૂડ સાથે જોડાયેલી માન્યતા અને તથ્યો
📅 Published: October 3, 2026 |
📂 Category: Lifestyle
