IND vs PAK Gold Medal Match: મોહસિન નકવી રહેશે હાજર? ફાઇનલ પહેલાં મોટું અપડેટ

📅 Published: October 3, 2026 | 📂 Category: cricket

એશિયન ગેમ્સ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 ઓક્ટોબરે યોજાનારી પુરુષ ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ પહેલાં મોટું અપડેટ સામે આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવી ફાઇનલ મેચ માટે જાપાનના નાગોયામાં હાજર રહેશે નહીં. ACCએ 2 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. સંસ્થા અનુસાર, નકવી અગાઉથી નક્કી થયેલા કેટલાક કામને કારણે ફાઇનલ્સ ડેમાં હાજર રહી શકશે નહીં.

નકવી ACCના અધ્યક્ષ છે

નકવી સાથે જોડાયેલી આ જાહેરાતનું મહત્વ એટલા માટે વધી ગયું છે કારણ કે તાજેતરમાં ભારત અને ACC વચ્ચે ટ્રોફી પ્રેઝન્ટેશનને લઈને ચર્ચા થઈ હતી. નકવી ACCના અધ્યક્ષ હોવા ઉપરાંત PCBના ચેરમેન અને પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચો દરમિયાન તેમની ભૂમિકા ઘણી વખત ચર્ચામાં રહી છે

ACCએ શું કહ્યું?

ACCએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે મોહસિન નકવી એશિયન ગેમ્સ 2026ના ફાઇનલ્સ ડેમાં હાજર રહી શકશે નહીં. અગાઉથી નક્કી થયેલા કામને કારણે તેઓ નાગોયામાં નહીં હોય. સાથે જ તેમણે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેચ રમનારી ચારેય ટીમોને શુભેચ્છા પાઠવી છે

ભારત ફાઇનલમાં કેવી રીતે પહોંચ્યું?

એશિયન ગેમ્સ 2026ની ક્રિકેટ સ્પર્ધામાં ભારતે સેમિફાઇનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો હતો અને ત્યારબાદ શ્રીલંકાની ટીમને 45 રનમાં ઓલઆઉટ કરી હતી. બીજી તરફ પાકિસ્તાને વરસાદથી પ્રભાવિત સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવીને ગોલ્ડ મેડલ મેચમાં પ્રવેશ કર્યો હતો. બંને ટીમો હવે એશિયન ગેમ્સના ક્રિકેટ ગોલ્ડ માટે સામસામે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ગોલ્ડ મેડલ મેચ 3 ઓક્ટોબરે જાપાનના નિશ્શિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાવાની છે

ટ્રોફી વિવાદથી વધી હતી ચર્ચા

મોહસિન નકવીની ગેરહાજરી એવા સમયે થઈ રહી છે જ્યારે તાજેતરની એશિયા કપ સ્પર્ધાઓમાં ટ્રોફી પ્રેઝન્ટેશનને લઈને ભારત અને નકવી વચ્ચે તણાવ ચર્ચામાં રહ્યો હતો. 2025ની પુરુષોની એશિયા કપ અને 2026ની મહિલા એશિયા કપની ટ્રોફી પ્રેઝન્ટેશન દરમિયાન ભારતીય ટીમોએ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી. આ ઘટનાઓ અંગે વિવિધ અહેવાલોમાં અલગ-અલગ સંદર્ભ આપવામાં આવ્યા હતા. હવે એશિયન ગેમ્સની ફાઇનલમાં નકવી હાજર નહીં રહેતાં ભારત-પાકિસ્તાન મેચનું ધ્યાન સંપૂર્ણપણે મેદાન પરની ટક્કર અને ગોલ્ડ મેડલ પર રહેશે.

આ પણ વાંચો – Yuzvendra Chahal Test Retiremen : યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને કહ્યું અલવિદા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *