અમદાવાદના ઇસનપુરમાં તીર્થભૂમિ એપાર્ટમેન્ટ પાસે અજાણ્યા શખ્સોએ 21 વર્ષીય કોલેજના વિદ્યાર્થી જીગર સોલંકીને બોર્થડ પદાર્થ વડે ઢોર માર મારી, નગ્ન અને ઇજાગ્રસ્ત અવસ્થામાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રોને મળવા નીકળેલા યુવક પર હિચકારો હુમલો
ભાવનગરનો મૂળ નિવાસી અને ગોતાની સિલ્વર ઓક કોલેજમાં B.Voc ફાઇનાન્સમાં અભ્યાસ કરતો જીગર સોલંકી છેલ્લા અઢી મહિનાથી ઇસનપુરમાં રહેતા તેના મામા હર્ષિતભાઈ ચૌહાણ (વકીલ) સાથે રહેતો હતો. ગત 2 ઓક્ટોબરે જીગર પોતાના મિત્રોને મળવા બાઇક લઈને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં કોઈએ તેને શરીરના ભાગે ધારદાર કે બોર્થડ પદાર્થથી ઢોર માર મારી નગ્ન હાલતમાં છોડી દીધો હતો. સારવાર દરમિયાન દમ તોડ્યો
બનાવની જાણ થતાં જ તેના મામા હર્ષિતભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ગંભીર હાલતમાં જીગરને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ મામલે મામાએ અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. ઇસનપુર પીઆઈ બી.એસ. જાડેજાએ જણાવ્યું કે, વિદ્યાર્થી ઘરેથી બાઇક લઈને મિત્રોને મળવા જાઉં છું કહીને નીકળ્યો હતો. તેમજ તેની પાસેથી એક ફોન પણ મળી આવ્યો છે. ત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વિદ્યાર્થીને ઢોર માર મારી નગ્ન હાલતમાં ફલેટમાં ફેંકી ગયા, મોત:ઈસનપુરમાં વકીલ મામાના ઘરે રહેતો યુવક બાઇક લઈને મિત્રને મળવા ગયો હતો, સિલ્વર ઓક કોલેજમાં ભણતો'તો
📅 Published: October 3, 2026 |
📂 Category: gujarati-news
