Ahmedabad News : 6 મહિનાથી વિદ્યાર્થિનીને પરેશાન કરતો કોમ્પ્યુટર શિક્ષક પકડાયો, નકલી IDથી મોકલતો હતો અશ્લીલ મેસેજ

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી પ્રગતિ સ્કૂલમાં શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. શાળાના કોમ્પ્યુટર શિક્ષક સામે ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ મોકલવાના ગંભીર આક્ષેપો થતાં સમગ્ર શાળા પરિવાર અને વાલીઓમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

નકલી ઈન્સ્ટાગ્રામ ID બનાવી છેલ્લા 6 મહિનાથી મોકલતો હતો મેસેજ

મળતી વિગતો અનુસાર, આરોપ હેઠળ આવેલા કોમ્પ્યુટર શિક્ષકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક નકલી (ફેક) ID બનાવી હતી. આ નકલી IDના માધ્યમથી તે શાળાની ધોરણ 10ની સગીર વિદ્યાર્થિનીને છેલ્લા 6 મહિનાથી સતત અશ્લીલ અને આપત્તિજનક મેસેજો મોકલીને માનસિક રીતે પરેશાન કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીએ આ અંગે પરિવારજનોને જાણ કરતાં સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો.

ઝડપાયેલા શિક્ષકને શાળામાં જ લાફો ઝીંકાયો

આ કાળા કામનો પર્દાફાશ થતાં જ વાલીઓ અને સગા-સંબંધીઓ શાળા પરિસરે પહોંચી ગયા હતા. લંપટ શિક્ષકની કરતૂત ખુલ્લી પડતાં શાળાના જ લોકો અને વાલીઓ દ્વારા આરોપી કોમ્પ્યુટર શિક્ષકની બરાબરની ઝાટકણી કાઢવામાં આવી હતી અને રોષે ભરાયેલા લોકોએ તેને શાળા પરિસરમાં જ લાફો ઝીંકી દીધો હતો. ઘટનાને પગલે શાળા સંચાલકો અને સ્થાનિક પોલીસ પણ એક્શનમાં આવી છે તથા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Surendranagarમાં ‘ક્લબ 71’ જીમનું બ્લેકમેલિંગ કૌભાંડ ઉઘાડું, 2 જીમ સીલ, વીજ કનેક્શન કપાયું, અમીન મુલતાનીની ધરપકડ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *