સાબરકાંઠાના ઈડર અને ખેરોજમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ:જિલ્લામાં 38397 ખેડૂતો દ્વારા 10273 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી; રાજ્યપાલ-મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠામાં 38397 ખેડૂતો 10273 હેક્ટરમાં પ્રાકૃતિક ખેતી કરે છે. શનિવારે ઈડર અને ખેરોજમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના કાયમી વેચાણ કેન્દ્ર શરૂ થયા. ઈડરમાં મુખ્ય શાકભાજી માર્કેટ પાછળ કેન્દ્ર શરૂ થયું. તેનો હેતુ ખેડૂતોને સીધું વેચાણ અને ગ્રાહકોને શુદ્ધ ઉત્પાદનો આપવાનો છે. દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ 3434 ખેડૂતોને વાર્ષિક રૂ. 10800 સહાય અપાઈ. 7620 ખેડૂતો 508 ફાર્મર ઇન્ટરેસ્ટ ગ્રુપમાં જોડાયા. જીવામૃત જેવા ઇનપુટ માટે 34 બાયો ઇનપુટ સેન્ટર કાર્યરત છે. ચાર વર્ષમાં 261483 ખેડૂતોને તાલીમ અપાઈ. 2025-26 અને 2026-27 માટે 31925 થી વધુ નવા ખેડૂતો નોંધાયા. ઉત્પાદનોના સર્ટિફિકેશનની કામગીરી ચાલુ છે. ખેરોજમાં વેચાણ કેન્દ્રનું હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે લોકાર્પણ થયું. તેમણે કહ્યું, આ કેન્દ્ર વડાપ્રધાનના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરશે. ઈડર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મયંક નાયક અને ઈડરના ધારાસભ્ય રમણ વોરા, ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ,નાયબ ખેતી નિયામક કે.જે.દેસાઈ, નાયબ બાગાયત નિયામક ડી.એમ.પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી બી.જે.જોશી, ગ્રામ સેવક રોહિતદાન ગઢવી સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *