Dahod News: મીલીભગત કે નકલીનો ખેલ? પીપલોદમાં LCB પોલીસના નામે પત્રકારે યુવક પાસે પડાવ્યા 40 હજાર

📅 Published: October 3, 2026 | 📂 Category: Crime

દાહોદ જિલ્લાના પીપલોદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીપલોદમાં એક પત્રકારે જ પોતાની ઓળખ LCB પોલીસ તરીકે આપીને એક નિર્દોષ યુવકને ડરાવ્યો હતો અને તેની પાસેથી મોટો રકમની ખંડણી પડાવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે પીપલોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. 

1 લાખની માંગણી સામે 60 હજાર નક્કી થયા

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીએ યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી અને મામલો પતાવવા માટે શરૂઆતમાં 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં યુવક અને તેના પરિવાર સાથે થયેલી રકઝક અંતે આ રકમ ઘટાડીને 60 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Google Pay દ્વારા ટ્રાન્ઝેક્શન અને બાકી રકમની ધમકી

આરોપી પત્રકારે પતાવટના ભાગરૂપે પોતાના Google Pay એકાઉન્ટમાં બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 40 હજાર રૂપિયા મેળવી લીધા હતા. આટલું જ નહીં, હજુ પણ બાકીના 20 હજાર રૂપિયા આપવા માટે યુવક પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

Dahod News: Journalist Posing as LCB Police Extorts ₹60,000 in Piplod

પત્રકાર શેખ અબ્દુલકાદીર ઉર્ફે ભયલુ દુબેનું નામ ખુલ્યું

સમગ્ર તપાસ દરમિયાન એ હકીકત બહાર આવી છે કે, જે વ્યક્તિએ પોતાને LCB પોલીસ કર્મચારી તરીકે ઓળખાવ્યો હતો, તે હકીકતમાં કોઈ પોલીસ કર્મી નહીં પરંતુ એક પત્રકાર છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ આ નકલી LCB બનીને ધાકધમકી આપનાર પત્રકારનું નામ શેખ અબ્દુલકાદીર ઉર્ફે ભયલુ દુબે હોવાનું સામે આવ્યું છે.

પીપલોદ પોલીસે નોંધી કાયદેસરની કાર્યવાહી

યુવક અને તેના પરિવાર સાથે થયેલી આ છેતરપિંડી અને ખંડણી મામલે પીપલોદ પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આરોપી પત્રકારને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Dahod News: Journalist Posing as LCB Police Extorts ₹60,000 in Piplod

પોલીસની મીલીભગતની ચર્ચા

આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, આ પત્રકાર પોલીસનો મળતીયો હોય શકે છે. અને પોલીસ માટે કામ કરીને તોડ કરતો હોવાની ચર્ચા પણ થઈ રહી છે. આવામાં પોલીસ સાથે મળીને આ તોડબાજ પત્રકાર તોડપાણી કરતો હોવાની શક્યતા નકારી શકાતી નથી. પોલીસ તપાસ બાદ આ મામલે મોટા ખુલાસો થાય તેવી શક્યતા છે. આ સાથે આ મામલે ગહન તપાસ કરવામાં આવે તો પોલીસની મીલીભગત સામે આવે તેવી શક્યતા પણ સ્થાનિક લોકો દર્શાવી રહ્યા છે.

આ પણ વાંચો: Dahodના ઉછવાણ ગામે STF ની ધાડ, પાનમ નદીના પટમાંથી કથિત ગેરકાયદેસર રેતી ખનનનો મોટો પર્દાફાશ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *