ગાંધીનગર મનપા ચૂંટણી:ભાજપાનું મહાજનસંપર્ક અભિયાન, આવતીકાલે ઘરે-ઘરે જઈને મતદારોને રીઝવશે ઉમેદવારો

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના રણશિંગુ ફુંકાઈ ચૂક્યું છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. જે અંતગર્ત ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે રવિવારના રોજ સમગ્ર ગાંધીનગર શહેરમાં મહાજનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ભાજપાના તમામ ઉમેદવારો, સંગઠનના અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓ જનતાના દ્વારે પહોંચીને સમર્થન મેળવશે. સોસાયટીઓ, ફ્લેટ્સ સહિતમાં ડોર-ટુ-ડોર જનસંપર્ક કરાશે
આવતીકાલે રવિવારે યોજાનારા આ મહાજનસંપર્ક અભિયાનમાં ઉમેદવારો સાથે ભાજપાના આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સ્થાનિક સામાજિક અગ્રણીઓ પણ ઉત્સાહભેર સહભાગી થશે. શહેરના તમામ સેક્ટરો તેમજ અન્ય વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ, ફ્લેટ્સ, ગ્રામ્ય વિસ્તારો અને વિવિધ જાહેર સ્થળો પર ડોર-ટુ-ડોર જનસંપર્ક કરવામાં આવશે. આગામી વિઝન દર્શાવતું પ્રચાર સાહિત્ય પણ નાગરિકો સુધી પહોંચાડશે
આ અભિયાન દરમિયાન ભાજપાના નેતાઓ અને ઉમેદવારો નાગરિકો સાથે રૂબરૂ સંવાદ કરીને ગાંધીનગર મહાનગરના સર્વાંગી વિકાસ, સ્થાનિક પ્રશ્નો અને જનહિતની જાહેર સુવિધાઓ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત, મહાનગરની અત્યાર સુધીની વિકાસયાત્રા અને આગામી વિઝન દર્શાવતું પ્રચાર સાહિત્ય પણ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. સંગઠનથી લઈને બુથ સ્તર સુધીના તમામ કાર્યકર્તાઓ વચ્ચે પરફેક્ટ સંકલન સાધીને આ મહાજનસંપર્ક અભિયાનને સફળ બનાવવાની રણનીતિ ઘડવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *