ઓમાની પાઇલોટે કેપ્ટન સ્મિત પર કુહાડીથી હુમલો કર્યો:ઇમરજન્સી માટે રાખવામાં આવતી હતી, અમેરિકામાં 1955થી પ્લેનમાં કુહાડી રાખવાનો નિયમ

📅 Published: October 3, 2026 | 📂 Category: International

ઇઝરાયલ જઈ રહેલા ફ્લાયદુબઈ વિમાનમાં ઓમાની પાયલોટે ભારતીય પાયલટ સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કર્યો હતો. UAE સરકારે શનિવારે આ માહિતી આપી હતી. વિમાનમાં સામાન્ય રીતે કટોકટીની સ્થિતિ માટે એક કુહાડી રાખવામાં આવે છે. વિમાનમાં હાજર મુસાફરોની પ્રાથમિક માહિતીમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. UAEના એટર્ની જનરલે કહ્યું કે ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિઓ અને હુમલા પાછળના હેતુની જાણકારી મેળવવા માટે તપાસ ચાલુ છે. વિમાનમાં રાખવામાં આવતી આ ખાસ કુહાડીને ‘ક્રેશ એક્સ’ કહેવામાં આવે છે. તેને કટોકટીમાં ઉપયોગ માટે રાખવામાં આવે છે. અમેરિકામાં 1955થી વિમાનોમાં તેને રાખવાનો નિયમ લાગુ છે. તેનો ઉપયોગ ક્યારે થાય છે? ભારતીય પાઇલટ પર હુમલાના આરોપીનું નામ હમામ અલ-હમામી ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાઇલટની ઓળખ હમામ અલ-હમામી તરીકે થઈ છે. તે ઓમાનનો રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તપાસમાં તેના અલકાયદાની વિચારધારાથી પ્રભાવિત હોવાના પુરાવા મળ્યા છે. પૂછપરછ દરમિયાન અલ-હમામીએ જણાવ્યું કે તે વિમાનને ઇઝરાઇલમાં ક્રેશ કરાવવા માગતો હતો. હુમલા પહેલાં પણ તેના વલણ પર સવાલો ઉઠ્યા હતા. 2024માં કટ્ટરપંથી વિચારસરણીને કારણે તેને ઓમાનની રાષ્ટ્રીય એરલાઇનની પાઇલટ તાલીમમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. બાદમાં તેને એરલાઇનમાં બીજી જવાબદારી સોંપવામાં આવી હતી. આશરે 8 મહિના પહેલાં તે ફ્લાયદુબઈ સાથે જોડાયો હતો. સિરિયામાં રહેવા દરમિયાન કટ્ટરપંથી વિચારસરણીથી પ્રભાવિત થયો અલ અરેબિયા ઇંગ્લિશ મુજબ, અલ-હમામીએ ઓમાનની બહાર ઘણો સમય વિતાવ્યો હતો અને સીરિયામાં પણ લાંબા સમય સુધી રહ્યો હતો. આ દરમિયાન તે કટ્ટરપંથી વિચારોના પ્રભાવ હેઠળ આવ્યો. તપાસમાં કેટલાક ધાર્મિક લોકો સાથે તેની મુલાકાતની માહિતી પણ સામે આવી છે. એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે કઈ રીતે કટ્ટરપંથી વિચારોના પ્રભાવ હેઠળ આવ્યો. ઓમાન એરે 2024માં તેને ફ્લાઇટમાંથી ઉતારી દીધો હતો ફોક્સ ન્યૂઝ મુજબ, ઓમાન એરે 2024માં અલ-હમામીને ફ્લાઇટમાંથી ઉતારી દીધો હતો. તેની કટ્ટરપંથી ઇસ્લામિક વેબસાઇટ્સ જોવાની માહિતી સામે આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. સીએનએન મુજબ, કથિત કટ્ટરપંથી વિચારોને કારણે તેને પાઇલટ તાલીમમાંથી હટાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેને એરલાઇનમાં બીજી ભૂમિકા આપવામાં આવી હતી. તે અગાઉ રોયલ એર મેરોક સાથે પણ કામ કરી ચૂક્યો હતો. વિમાનને ઇઝરાયલમાં ક્રેશ કરવાની યોજના હતી રિપોર્ટ મુજબ, અલ-હમામી પાસેથી ‘ફ્રી પેલેસ્ટાઇન’ના પોસ્ટર અને પેલેસ્ટાઇનના સમર્થનમાં રહેલી અન્ય વસ્તુઓ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે વિમાનને ઇઝરાઇલમાં ક્રેશ કરવાની વાત કહી. તપાસ એજન્સીઓ એ જાણવા પ્રયાસ કરી રહી છે કે કેપ્ટન પરનો હુમલો વિમાનને હાઇજેક કરીને તેને જાણીજોઈને તોડી પાડવાના પ્રયાસનો ભાગ હતો કે નહીં. એક મિનિટમાં વિમાન 33 હજારથી 17 હજાર ફૂટની ઊંચાઈએ આવી ગયું ફ્લાઇટ FZ1073માં ઉડાન ભર્યાના લગભગ અઢી કલાક બાદ અલ-હમામીએ કેપ્ટન મચ્છર પર છરી વડે હુમલો કર્યો. ફ્લાઇટરડાર24 મુજબ, આ દરમિયાન વિમાન લગભગ એક મિનિટમાં 33 હજાર ફૂટથી 17 હજાર ફૂટની ઊંચાઈએ આવી ગયું. ગંભીર ઈજાઓ હોવા છતાં કેપ્ટન મચ્છરે હુમલાખોરનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલી દીધો. ત્યારબાદ ક્રૂ મેમ્બર્સ અને મુસાફરોએ આરોપીને કાબૂમાં લીધો. ડ્યૂટી પર ન રહેલા બે પાઇલટ્સે પણ વિમાનની કમાન સંભાળવામાં મદદ કરી. સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ હુમલા બાદ વિમાનનું સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ઘટના સમયે વિમાનમાં 174 લોકો સવાર હતા. તેમાં મોટાભાગના ઇઝરાયલી મુસાફરો હતા. ભારત અને UAEના નાગરિકો પણ વિમાનમાં હાજર હતા. અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, ચાર મુસાફરો અમેરિકન નાગરિક હતા. કેપ્ટન મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેમને સાઉદી અરેબિયાથી એરલિફ્ટ કરીને અબુ ધાબી લાવવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેલ અવીવની ફ્લાઇટમાં ડ્યૂટી કેવી રીતે મળી, તેની તપાસ ચાલુ ઓમાન અને ઇઝરાઇલ વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. આવી સ્થિતિમાં તપાસનો એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે અલ-હમામીને તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાઇલટની ડ્યૂટી કેવી રીતે મળી. સીએનએનના જણાવ્યા અનુસાર, ઇઝરાઇલની શિન બેટ, મોસાદ, સેના અને પરિવહન મંત્રાલય સહિતની અનેક એજન્સીઓ આ પાસાની તપાસ કરી રહી છે. અગાઉ વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ છતાં અલ-હમામી ફ્લાઇટ ક્રૂનો ભાગ કેવી રીતે બન્યો, તે તેઓ જાણી રહ્યા છે. ઘટના બાદ અલ-હમામીને સાઉદી અરેબિયાથી UAE મોકલવામાં આવ્યો, જ્યાં તેની સામે આતંકવાદ સંબંધિત કેસની તપાસ ચાલી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *