રાજકોટમાંથી વધુ એક નકલી પોલીસ ઝડપાયો:કોરાટ ચોક નજીક પોલીસ યુનિફોર્મ પહેરી પબ્લિકમાં રોફ જમાવતો હતો અને શાપર પોલીસે પકડી પાડી રૂ.40,000નો મુદામાલ કબ્જે કર્યો

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાંથી વધુ એક નકલી પોલીસ ઝડપાયો છે. રાજકોટ જિલ્લાના શાપર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કોરાટ ચોક નજીક એક વ્યક્તિ પોલીસ યુનિફોર્મ પહેરી સામાન્ય નાગરિકમાં રોફ જમાવી રહ્યો છે જેથી તેને અટકાવી પુછપરછ કરતા પોલીસ ન હોવાનો ભાંડો ફૂટી જતા પોલીસે આરોપી નકલી પોલીસ કિશોર સલાટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શાપર પોલીસે નકલી પોલીસ બનેલા કિશોર સલાટની કરી ધરપકડ રાજકોટ જિલ્લાના શાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI દિશાબેન મહેશભાઇ જોશીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.03.10.2026ના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પારડી બ્રીજ પાસે આવતા બાતમી મળી હતી કે, રાજકોટ-ગોંડલ નેશનલ હાઇ-વે, કોરાટ ચોક ખાતે કોઇ પોલીસનો યુનીફોર્મ પહેરીને ડુપ્લીકેટ પોલીસ બનીને પબ્લીકમાં પોલીસ હોવાનો રોફ જમાવે છે. જેથી 3 વાગ્યે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર GJ.03.MP.8123 લઇ પોલીસ યુનીફોર્મ પહેરીને બેઠો હતો જેનું નામ પૂછતાં કિશોર મંગાભાઇ સલાટ હોવાનું જણાવ્યું હતું. તાલુકા પોલીસમાં ફરજ બજાવતો હોવાનું કર્યું રટણ આ પછી તેની પુછપરછ કરતા પોતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું જેથી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે પોલીસમાં નહી હોવાનું જણાવ્યું હતું તેને પોલીસનો યુનીફોર્મ પહેર્યો હતો જેમાં સોલ્ડર પર G.P.ના સોલ્ડર લગાવેલ હતા, લાનીયર તથા જમણા હાથે ગુજરાત પોલીસનો બેઝ અને ગુજરાત પોલીસનો બેલ્ટ પહેરેલ હતો. હાલ પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ અને એક બાઈક મળી રૂપિયા 40,000નો મુદામાલ કબ્જે કરી તેના વિરુધ્ધ BNS કલમ 204 તથા 205 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પબ્લિક પાસેથી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ ઉલ્લેખનીય છે કે આરોપી કિશોર સલાટ દ્વારા કોઈ નાગરિક પાસેથી રોફ જમાવી રૂપિયા પડાવવામાં આવ્યા છે કે કેમ તેમજ પોતે આ રીત કેટલા સમયથી પોલી બની કઈ કઈ જગ્યાએ આંટાફેરા કરતો હતો સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *