અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા 37 દિવસના બાળકનું મધરાત્રે અપહરણ થયુ હતું. મોડી રાત્રે બાળકના અપહરણનો મામલો પોલીસ પાસે પહોંચતા સાબરમતી પોલીસ અને ક્રાઇમબ્રાંચની વિવિધ ટીમો બાળકને શોધવામાં લાગી હતી. આ દરમિયાનમાં બાળક 1 કિમી દૂરથી રોડ પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે બાળકનું અપહરણ કરનાર મહિલાની શોધખોળ હાથ ધરી છે. દંપતિ જાગ્યુ ત્યારે ખાટલામાંથી બાળક ગાયબ હતું
ન્યુ રાણીપમાં આવેલા અહવાલીયા તળાવની ફુટપાથ પર એક માસ 7 દિવસનું બાળક માતા-પિતા સાથે ખાટલામાં સુતું હતું. આ દરમિયાનમાં મોડી રાત્રે 3.15 વાગ્યાની આસપાસ જ્યારે દંપતિ જાગ્યુ ત્યારે ખાટલામાંથી બાળક ગાયબ હતું. આસપાસમાં શોધખોળ કરવા છતાંય બાળકનો પતો ન લાગતા દંપતિએ પોલીસને જાણ કરી હતી. સાબરમતી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રોડ પરના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં અજાણી મહિલા એક માસના બાળકનું અપહરણ કરીને જતા કેમેરામાં કેદ થઇ હતી. બાળક માતા-પિતા પાસે પહોંચડાતા હાશકારો થયો
સાબરમતી પોલીસની સાથે સાથે ક્રાઇમબ્રાંચની ટીમો પણ બાળક અને અપહરણકર્તાની શોધખોળમાં લાગી હતી. આ દરમિયાનમાં શનિવારે(3 ઓક્ટોમ્બર) સાંજે આ બાળક ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા રોડ પરથી બિનાવારસી હાલતમાં મળી આવ્યુ હતું. પોલીસે તાત્કાલિક બાળકનો કબ્જો લઇને તેના માતા પિતાને સોંપતા વાલી અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો. વિવિધ ટીમો દ્વારા શંકાસ્પદ મહિલાઓની તપાસ શરૂ
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બનાવ સ્થળ અને બાળક મળી આવ્યું તે જગ્યાની વચ્ચે આશરે એકાદ કિમીનું અંતર છે. જેથી અહીં રહેતી શંકાસ્પદ મહિલાઓની વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે બાળકની હાલત સુરક્ષિત છે અને તેના માતા પિતાની સાથે સાથે ઓળખીતા લોકોની પણ પૂછપરછ હાથ ધરી અપહરણકર્તાઓ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જે વ્યક્તિએ અપહરણ કર્યુ તે નંબર પ્લેટ વગરનું વાહન લઇને આવી હતી, જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.
ન્યૂ રાણીપમાંથી એક્ટિવા ચાલક મહિલાએ 37 દિવસના બાળકનું અપહરણ કર્યું:નંબર વિનાની એક્ટિવા હતી, બાળક 1 કિમી દૂરથી મળી આવ્યું; મહિલાની શોધખોળ શરૂ
📅 Published: October 3, 2026 |
📂 Category: gujarati-news
