Ahmedabadમાં સરખેજ-વેજલપુર રોડ પર અંબર ટાવર પાસે ટુ-વ્હીલરની ટક્કર બાદ યુવક પર ટ્રક ફરી વળતાં કરુણ મોત

📅 Published: October 3, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના સરખેજ-વેજલપુર રોડ પર આવેલ અંબર ટાવર પાસે એક હૃદયકંપાવનારી અને દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. 24 વર્ષીય ભીમકુમાર હરિકિશોર મહતો નામનો યુવક પગપાળા રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટુ-વ્હીલરે તેને જોરદાર ટક્કર મારતા યુવક રોડ પર પટકાયો હતો. 

રોડ પર પટકાયા બાદ ટ્રકનું ટાયર ફરી વળ્યું 

ટુ-વ્હીલરની જોરદાર ટક્કર વાગતા જ યુવક રોડ પર ફેંકાયો હતો. બરાબર એ જ ક્ષણે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકનું ટાયર રસ્તા પર પડેલા યુવક પર ફરી વળ્યું હતું. માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. 

બંને વાહનચાલકો ફરાર, ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી

અકસ્માત સર્જાયા બાદ ટુ-વ્હીલર ચાલક સ્થળ પરથી વાહન લઈને ફરાર થઈ ગઈ હતી, જ્યારે ટ્રક ચાલક પણ વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ (CCTV) ચકાસીને તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ફરાર વાહનચાલકોની શોધખોળ અને ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *