Vadodara: સાવલીના આસોજ ગામ પાસે વહેલી સવારે ડમ્પર સળગ્યું

📅 Published: October 3, 2026 | 📂 Category: Baroda

15

સાવલી વડોદરા રોડ પર આસોજ ગામ પાસે શનિવારે વહેલી સવારે ડેસરથી કપચી ભરીને વડોદરા તરફ્ ડમ્પર જઈ રહ્યું હતું. ત્યારે આસોજ રેલવે ઓવરબ્રિજ પાસે અચાનક ડમ્પરમાં આગ લાગી હતી. જેના પગલે ભારે દોડધમનાં દ્રશ્યો સર્જાયા હતા. રાહદારીના ટોળા એકઠા થયા હતા. જ્યારે ડમ્પરનો આગળનો ભાગ આગ અને હવાલે થતાં બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. બનાવના પગલે ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમા લીધી હતી. મંજુસર પોલીસે બનાવને સ્થળે પહોંચીને ટ્રાફ્કિ ટ્રાફ્કિ કંટ્રોલ કર્યો હતો. આગનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, કોઈ જાનહાની થઇ ન હતી. ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *