Vadodara: નુક્કડ' થકી જિંદગીને આનંદમય વિતાવવાનો સંદેશ રજૂ કરાયો

📅 Published: October 3, 2026 | 📂 Category: Baroda

10

એમ.એસ.યુનિ.ની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓએ શહેરના ઓલ્ડ એજ હોમની મુલાકાત લઇ ઇન્ટરનેશનલ ડે ફોર ઓલ્ડર પર્સન્સની ઉજવણી કરી હતી. જે અંતર્ગત વિદ્યાર્થીઓએ ખાસ નુક્કડ નાટકની પ્રસ્તુતી પણ કરી હતી.

જે વિશે માહિતી આપતા ફેકલ્ટીના ડીન પ્રો.(ડો.). અવની મણિયારે જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ડે ફોર ઓલ્ડર પર્સન્સ નિમિત્તે ઓલ્ડ એજ હોમની મુલાકાત લઇને ફેકલ્ટીના બેચલર અને માસ્ટર ડીગ્રીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ સીનિયર સિટીઝન્સના જીવનને જાણીને તેમના જીવન જીવવાની રીતથી વાકેફ થયા હતા. આ સાથે વિદ્યાર્થીઓએ ઘરડાં લોકોના વિચાર જાણીને જનરેશન ગેપ નિવારવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓએ સીનિયર સિટીઝન્સ સમક્ષ ડાન્સ, ભજન, કવિતાપાઠ અને ગીતો પ્રસ્તુત કર્યા હતા. તેમણે દાદા-દાદીની થીમ પર નુક્કડ નાટક પણ રજૂ કર્યું હતું. જેમાં જીંદગીને આનંદમય વિતાવવાનો સંદેશ આપ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓએ બનાવેલાં કાર્ડ સીનિયર સિટીઝન્સને આપ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *