Vadodara: ગળાનો સેટ, બુટ્ટીઓ, પાટલા, વીંટી, કંદોરો, પાયલની ડિમાન્ડ

📅 Published: October 3, 2026 | 📂 Category: Baroda

09

નવરાત્રિના ગરબામાં પરંપરાગત પરિધાનો પરિધાન કરી અન્યથી અલગ દેખાવા, યૌવનાઓ ફેશન ડિઝાઇનર પાસે ચણિયા-ચોળી સાથે અવનવા ઓર્નામેન્ટ્સ પણ તૈયાર કરાવે છે. હવે નવા ટ્રેન્ડ પ્રમાણે દેખાવમાં ભારે લાગતી પરંતુ વજનમાં હલકી જ્વેલરી માટે જૂના જમાનાના તાંબા, પિત્તળ, સિલ્વર સહિતની ધાતુઓના સિક્કાઓનો ઉપયોગ કરાય છે.

શહેરના સેવાસી વિસ્તારમાં રહેતા અને અકોટા વિસ્તારમાં સ્ટુડિયો ધરાવતા ફેશન ડિઝાઇનિંગક્ષેત્રે સ્નાતક સુનિતા રાહુલ ઠક્કરે આ વર્ષે જૂના જમાનાના ચલણી સિક્કાઓનો ઉપયોગ કરી નવરાત્રિ માટે અદભુત જ્વેલરી બનાવી છે. તાંબા-પિત્તળ-સિલ્વર સહિતની મેટલના યુનિક સિક્કામાંથી યૌવનાઓ માટે ગળાનો સેટ, બુટ્ટીઓ, પાટલા, વીંટી, માથાની સેર, કંદોરો, પાયલ તૈયાર કર્યા છે. સોનામાં સુંગંધ ભળે એમ આભૂષણો આકર્ષક લાગે એ માટે કોડી, ઘૂઘરી, શંખ, રેશમની રંગબેરંગી દોરીનો હાથવણાટ થકી ઉપયોગ કર્યો છે. જૂના જમાનાના સિક્કા અંજાર, ઉત્તરપ્રદેશ-મુરાદાબાદ, રાજસ્થાનના જયપુર-જોધપુર-ઉદયપુર, કચ્છ-ભૂજ, અમદાવાદ-માણેક ચોક-ઢાલગરવાડ, વડોદરા મંગળબજાર-નાગરવાડા સહિત દેશભરના સંગ્રાહકો પાસેથી મેળવ્યા હતા. જ્વેલરી-ફેશન ડિઝાઇનર સુનિતા ઠક્કરે વધુમાં ઉમેર્યું હતું કે સન 2021થી વડોદરામાં દરવર્ષે નવરાત્રિ માટે અવનવા આઇડિયા થકી આર્ટિફિશિયલ ઓર્નામેન્ટ્સ તૈયાર કરાય છે. ઉલ્લેખનીય છે કે જૂના જમાનામાં કાણિયો પૈસો, પાંચ પૈસા, પચ્ચીસ પૈસા સહિત તાંબા-પિત્તળ-સિલ્વરના સિક્કામાંથી હેરપીન, બુટ્ટી, નેકલેસ, કંદોરો, બ્રેસલેટ-બાજુબંધ બનાવી મહિલાઓ પહેરતી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *