Surat: ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપી લીધા, ઇ-સ્કૂટર અને વજન કાંટો જપ્ત!

📅 Published: October 4, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને શહેરના યુવાધનને બરબાદ કરવા ફરી રહેલા બે ડ્રગ્સ પેડલરોને જીવલેણ મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા છે.

MD ડ્રગ્સ સહિત ₹1.96 લાખનો મુદ્દામાલ કબજે

ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ શંકાસ્પદ જણાતા બે ઇસમોને કોર્ડન કરીને તેમની તલાશી લેતાં તેમની પાસેથી પ્રતિબંધિત નશીલો પદાર્થ મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી 16.690 ગ્રામ શુદ્ધ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે ₹50,000 આંકવામાં આવી છે. નશાના પેકેટ બનાવી વેચવા માટે ઉપયોગમાં લેવાતો ડિજિટલ વજન કાંટો, અવરજવર માટે વપરાતું એક ઇલેક્ટ્રિક સ્કૂટર, રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોન કબજે કરાયા છે.પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,96,000 નો મુદ્દામાલ સીઝ કર્યો છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાય ચેઈનની તપાસ તેજ

પોલીસે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ વિધિવત ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.આ બંને શખ્સો આ પ્રતિબંધિત કેમિકલ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા, શહેરમાં કોને છૂટકમાં પુરી પાડવાના હતા તેમજ તેમની પાછળ કોઈ મોટો આંતરરાજ્ય ડ્રગ માફિયા કાર્યરત છે કે કેમ, તે દિશામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad News: પોલીસે ફિલ્મીઢબે ચાલતી કારમાંથી 3 આરોપીઓને દબોચ્યા, 4 કરોડની સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *