સુરેન્દ્રનગર વન વિભાગના કર્મચારીઓની હડતાળની ચીમકી:પડતર પ્રશ્નો ઉકેલવા રજૂઆત, માંગણીઓ નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદતની હડતાળ

📅 Published: October 4, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લા વનપાલ/વનરક્ષક યુનિયનના પ્રમુખ વીરસંગભાઈ આર. કાગડીયાની આગેવાની હેઠળ વન વિભાગના કર્મચારીઓએ જિલ્લાની ત્રણેય વડી વન કચેરીઓ ખાતે રજૂઆત કરી. પડતર પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માંગ કરી. મુખ્ય માંગણીઓમાં વનપાલ અને વનરક્ષકોને સિક્યુરિટી, રિસ્ક એલાઉન્સ અને યોગ્ય ગ્રેડ પે આપવાનો સમાવેશ થાય છે. હાલમાં, નીચેના વર્ગના કર્મચારીઓને ₹1900 ગ્રેડ પે મળે છે, જ્યારે વનપાલ-વનરક્ષકોને ₹1800 અપાય છે. તમામ જાહેર રજાઓ અને રજા વળતરની માંગ છે. બંધ કરાયેલી વનપાલની જગ્યાઓ ફરી શરૂ કરવા, નવી ભરતી કરવા અને બીટ-રાઉન્ડ વિસ્તરણની પણ રજૂઆત કરાઈ છે. કર્મચારીઓએ ચીમકી આપી છે કે માંગણીઓ નહીં સ્વીકારાય તો પેન-ડાઉન, માસ સીએલ અને પછી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ કરાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *