Valsadમાં SMCએ દમણથી લવાતો રૂ.5.90 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

📅 Published: October 4, 2026 | 📂 Category: Valsad

વલસાડ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દારૂના ગેરકાયદે સપ્લાય નેટવર્ક પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં SMC ને સફળતા મળી છે. પારડી તાલુકાના કલસર ચોકી ફળિયા વિસ્તારમાં દરોડો પાડીને પોલીસે રૂ. 5.90 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.

SMC's surgical strike in Valsad

10 વાહનોમાં દારૂનું નેટવર્ક, 3 આરોપીઓ ઝબ્બે

આ દરોડા દરમિયાન બુટલેગરો દ્વારા દારૂના હેરફેર માટે ઉપયોગમાં લેવાતા કુલ 10 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં 5 રિક્ષા, 3 મોપેડ, 1 બાઇક અને 1 કારનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોમાંથી છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMC પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય 15 થી વધુ શંકાસ્પદ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે.

SMC's surgical strike in Valsad

પારડી પોલીસને આગળની તપાસ સોંપાઈ

સંઘપ્રદેશમાંથી ગુજરાતમાં ચાલતા આ મોટા રેકેટનો પર્દાફાશ થયા બાદ SMC દ્વારા આગળની કાયદેસરની તપાસ પારડી પોલીસ મથકને સોંપવામાં આવી છે. દારૂનો આ જથ્થો કોણે મંગાવ્યો હતો અને રાજ્યમાં ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ કાર્યવાહીથી સરહદી વિસ્તારના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફાળચો વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *