રાજકોટથી ગોવાની ફ્લાઈટ 25મીથી શરૂ:નવરાત્રિ – દિવાળીમાં સૌરાષ્ટ્રવાસીઓને હરવા ફરવા જવામાં ફાયદો થશે: સપ્તાહમાં 4 દિવસ ઉડાન ભરશે

📅 Published: October 4, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, પુણે સહિત 14 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે ત્યારે ઈન્ડિગો એર લાઇન્સ દ્વારા 6 માસ સુધી બંધ રહેલી ગોવાની ફ્લાઇટ શરૂ કરવાનું એલાન કરાયું છે.25 ઓક્ટોબર,2026થી 27 માર્ચ,2027 દરમિયાન નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગોવાની ફ્લાઈટ શરૂ થતા સૌરાષ્ટ્રવાસીઓને ફાયદો થશે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા આગામી વિન્ટર શેડ્યૂલમાં રાજકોટ-ગોવા ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.અગાઉ મોનસૂન શેડ્યૂલ દરમિયાન આ સેવા છ મહિના માટે બંધ કરવામાં આવી હતી. ગોવાથી ઈન્ડિગોની આશરે 25 જેટલી ઉડાનોના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટની સેવા પણ સામેલ હતી. ગોવા રૂટ પર રાજકોટની હવાઈ સેવા અગાઉ પણ નિયમિત રીતે ચાલતી હતી. માર્ચ 2026માં ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા ગોવા સહિતના કેટલાક રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ રાજકોટ-ગોવા સેવા બંધ થઈ હતી. હવે આગામી વિન્ટર શેડ્યૂલમાં રાજકોટથી ગોવાની ફ્લાઇટ ફરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.ફ્લાઇટ સેવા ફરી શરૂ થવાની શક્યતાથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આગામી પ્રવાસન સીઝનમાં રાજકોટથી ગોવા જવા માટે મુસાફરોને સીધી હવાઈ કનેક્ટિવિટીનો લાભ મળી શકે છે. આગામી સમયમાં સપ્તાહમાં ચાર દિવસ રાજકોટથી ગોવા માટે ફ્લાઇટ ઉપલબ્ધ રહે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટથી 14 ફ્લાઈટની ઉડાન ફ્લાઇટ નંબર – રૂટ – રાજકોટથી પ્રસ્થાન
IGO 6174/5004 – દિલ્હી – 7.55 – દૈનિક
AIC 2785/2786 – મુંબઈ – 8.35 – દૈનિક
IGO 7045/7046 – નવી મુંબઈ – 8.25 – દૈનિક
IGO 5156/233 – મુંબઈ – 9.15 – દૈનિક
AIC 885/886 – દિલ્હી – 10.00 – દૈનિક
IGO 956/957 – પુણે – 10.20 – મંગળ, બુધ, ગુરુ, રવિવાર
IGO 2284/2283 – મુંબઈ – 13.45 – દૈનિક
IGO 6507/6508 – બેંગ્લોર – 15.55 – દૈનિક
IGO 273/5271 – મુંબઈ – 16.20 – દૈનિક
IGO 6983/6984 – દિલ્હી – 17.50 – દૈનિક
AIC 2730/2731 – મુંબઈ – 18.00 – દૈનિક
IGO 2100/2104 – નવી મુંબઈ – 19.35 – દૈનિક
IGO 2537/2538 – દિલ્હી – 20.00 – દૈનિક
IGO 6823/6824 – હૈદરાબાદ – 20.10 – દૈનિક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *