Surendranagar News: ધ્રાંગધ્રાના ભરાડા ગામેથી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

📅 Published: October 4, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. સુરેન્દ્રનગર એસઓજી (SOG) ની ટીમે મેડિકલ ઓફિસર અને પંચોને સાથે રાખીને એક રહેણાંક મકાનમાં સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર પ્રેક્ટિસ કરી રહેલા પરિમલ સુભોલચંદ્ર રોય નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.

રૂ.38,893 ની એલોપેથીક દવાઓ અને સાધનો જપ્ત

પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ.38,893ની કિંમતની 105 પ્રકારની વિવિધ એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો તેમજ તબીબી સાધનોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મૂળ પશ્ચિમ બંગાળનો વતની આ શખ્સ છેલ્લા 5 મહિનાથી ગામમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવીને ગ્રામજનોના આરોગ્ય સાથે ગંભીર રમત રમી રહ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

ડિગ્રી વગર તબીબી સારવાર આપતા આ બોગસ ડોક્ટર વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એકટની કલમ-30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસઓજી પોલીસે આરોપીને જેલહવાલે કરી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે ક્લિનિક ચલાવતા બોગસ તબીબોમાં ભારે ફાળચો વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *