ફ્લાયદુબઈ વિમાનને બચાવનારા બંને સિક્રેટ પાઇલટ કોણ:હુમલો થતાં જ કંટ્રોલ સંભાળ્યો; મુસાફરોને ડર હતો- વિમાન હાઇજેક કરીને ઈરાન લઈ ન જાય

📅 Published: October 4, 2026 | 📂 Category: International

દુબઈથી ઇઝરાયલ જઈ રહેલા ફ્લાયદુબઈના વિમાનને બચાવનારા બે પાઇલટોના નામ હજુ સામે આવ્યા નથી. કોકપિટમાં કો-પાઇલટે કેપ્ટન પર હુમલો કરતાં વિમાન ઝડપથી નીચે જવા લાગ્યું. આ દરમિયાન વિમાનમાં હાજર બંને પાઇલટ કોકપિટમાં પહોંચ્યા અને વિમાનને સંભાળી લીધું. AP મુજબ, વિમાનનું નિયંત્રણ સંભાળ્યા પછી પણ બંને પાઇલટોએ થોડા સમય સુધી મુસાફરો સાથે વાત કરી નહોતી. આથી મુસાફરો વધુ ડરી ગયા. તેમને ખબર નહોતી કે કોકપિટમાં કોણ છે અને વિમાનને ક્યાં લઈ જવામાં આવી રહ્યું છે. કેટલાક મુસાફરોને ડર હતો કે ક્યાંક વિમાનને હાઈજેક કરીને તેને ઈરાન લઈ જવામાં ન આવે. લગભગ 45 મિનિટ પછી પાઇલટોએ જણાવ્યું કે વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં ઉતારવામાં આવશે અને બધું ઠીક છે. ત્યારબાદ મુસાફરોને વિશ્વાસ થયો. ફ્લાયદુબઈએ હજુ બંને પાઇલટોના નામ જાહેર કર્યા નથી. એરલાઇને માત્ર એટલું જ કહ્યું છે કે બંને ક્રૂ મેમ્બર હતા અને તે સમયે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. કેપ્ટન પર હુમલો થતાં જ અફરાતફરી મચી વિમાનમાં આગળ બેઠેલા મુસાફર ડેનિયલ શ્લિક્ટરે APને જણાવ્યું કે કોકપિટમાંથી ચીસાચીસી સંભળાતાં મુસાફરોને ખબર પડી કે ત્યાં કંઈક ગંભીર બન્યું છે. તેમના જણાવ્યા મુજબ, કો-પાઇલટ કેપ્ટન પર સતત હુમલો કરી રહ્યો હતો. કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને કોકપિટમાં લોહી ફેલાઈ ગયું હતું. તેમ છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલી દીધો. એક મુસાફરે કો-પાઇલટને પકડીને બહાર ખેંચી લીધો, જ્યારે બાકીના મુસાફરો તેને કાબૂમાં લેવા લાગ્યા. આ દરમિયાન એક વધારાનો પાઇલટ ઝડપથી કોકપિટમાં પહોંચ્યો અને નિયંત્રણ સંભાળી લીધું. શ્લિક્ટરના જણાવ્યા મુજબ, થોડી જ વારમાં બીજો પાઇલટ પણ અંદર પહોંચી ગયો. બંનેએ દરવાજો બંધ કરી દીધો. વિમાનને પરત દુબઈ લઈ જવા માટે બંને પાઇલટ હાજર હતા શરૂઆતમાં મુસાફરોને ખબર નહોતી કે આ બંને પાઇલટ વિમાનમાં શા માટે હાજર હતા. બાદમાં જાણવા મળ્યું કે તેઓએ તેલ અવીવથી દુબઈ પરત ફરતી ફ્લાઇટ ઉડાવવાની હતી. તેથી તેઓ પહેલેથી જ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. એવિએશનમાં ડ્યુટી માટે કોઈ અન્ય સ્થળે જતા પાઇલટની આ પ્રકારની મુસાફરીને ‘ડેડહેડિંગ’ કહેવામાં આવે છે. એટલે કે તે સમયે બંને પાઇલટ મુસાફરોની જેમ મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ ઇમરજન્સી આવતા જ તેઓ કોકપિટમાં પહોંચ્યા અને વિમાન સંભાળી લીધું. વિમાનને સંભાળવામાં 10 મિનિટથી વધુ સમય લાગ્યો બંને પાઇલટ કોકપિટમાં પહોંચ્યા બાદ વિમાનને સ્થિર કરવામાં આશરે 10 મિનિટ અથવા તેનાથી વધુ સમય લાગ્યો. તે પહેલાં વિમાન એટલી ઝડપથી નીચે આવ્યું હતું કે તેના રડરનો એક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. પાઇલટોએ મેડે કોલ કર્યો અને સુરક્ષિત લેન્ડિંગ માટે જગ્યા શોધવાનું શરૂ કર્યું. બાદમાં વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં ઉતારવામાં આવ્યું. મુસાફરે કહ્યું- બંનેએ હીરોની જેમ કામ કર્યું વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા બાદ શ્લિક્ટરે બંને પાઇલટની પ્રશંસા કરી. તેમણે સમગ્ર ઘટનાને એક ચમત્કાર ગણાવ્યો. તેમના જણાવ્યા અનુસાર, સૌપ્રથમ કોકપિટમાં પહોંચેલા પાઇલટે સમય ગુમાવ્યા વિના પરિસ્થિતિ સમજી લીધી અને નિયંત્રણ સંભાળી લીધું. શ્લિક્ટરે કહ્યું કે મુસાફરોના જીવ બચાવવામાં આ બંને પાઇલટની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ હતી. ઘટનાના ત્રણ દિવસ બાદ પણ ફ્લાયદુબઈએ બંનેનાં નામ જાહેર કર્યા નથી. તેથી તેઓ હજુ પણ આ ઘટનાના સૌથી મહત્વપૂર્ણ અને રહસ્યમય પાત્રો બનેલા છે.
——————- આ સમાચાર પણ વાંચો… ‘કો-પાઇલટે નમાઝ પઢવાના બહાને માથા પર કુહાડી મારી…’:ઈઝરાયલી PM નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને ફોન કરી પૂછ્યું- ‘ફ્લાઇટમાં શું થયું હતું?’; ભારતીય હીરોએ જણાવી આપવીતી ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ફ્લાયદુબઈ એરલાઇનના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી. તેમણે કહ્યું- તમે ભારત અને ઇઝરાયલના લોકોના સાચા હીરો છો. તમે આખી દુનિયાના હીરો છો. નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને ઇઝરાયલ આવવાનું આમંત્રણ પણ આપ્યું. તેમણે કહ્યું- હું તમને અને મારા મિત્ર પીએમ મોદીને આગામી સ્વતંત્રતા દિવસ પર ઉજવણીની મશાલ પ્રગટાવવાનું આમંત્રણ આપવા માંગુ છું.. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *