Surat News: રવિવારની રજા માટે રસ્તા પર ઉતર્યા મજૂરો, પાંડેસરામાં લક્ષ્મીપતિ કારખાનાના કામદારોની હડતાલ

📅 Published: October 4, 2026 | 📂 Category: Surat

સુરત સહિત દેશભરમાં જાણીતી એવી લક્ષ્મીપતિ મિલના પાંડેસરા જીઆઈડીસી (GIDC) સ્થિત કારખાનામાં કામદારો દ્વારા અચાનક હડતાલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ કામદારો માટે રવિવારની રજા અનિવાર્ય કરતી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ કારખાનાના સંચાલકો દ્વારા સરકારના નિયમોનું પાલન કરવામાં ન આવતું હોવાના આક્ષેપ સાથે કામદારો રજાથી વંચિત રહ્યા છે, જેના કારણે આ વિવાદ ઉભો થયો છે.

પોલીસ તંત્રની સમયસૂચકતા, મામલો થાળે પાડ્યો

કારખાનામાં કામદારો ઉગ્ર બને અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે તાત્કાલિક ધોરણે પાંડેસરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રોષે ભરાયેલા કામદારો અને મિલ સંચાલકો સાથે વાતચીત કરી હતી. પોલીસે સમજાવટના અંતે મામલો થાળે પાડ્યો હતો અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

Surat News: Laxmipati Factory Workers Strike in Pandesara GIDC

કામદારોના હિતો અને સરકારી નિયમોની અમલવારી

રાજ્ય સરકાર દ્વારા કામદારોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રવિવારની રજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ છતાં ફેક્ટરી સ્તરે આ નિયમોનો અમલ ન થવાથી કામદારોમાં અસંતોષ ફેલાયો છે. આ ઘટનાએ સુરત અને પાંડેસરા વિસ્તારના અન્ય ઔદ્યોગિક એકમોમાં પણ કામદારોના હક્કો અને સરકારી નીતિઓના પાલન અંગે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો: Suratના સરસાણા ખાતે ‘વંદે આયુકોન-3’નો પ્રારંભ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આયુર્વેદ કોન્ફરન્સનું ઉદ્ઘાટન!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *