Surat News: શહેરમાં સિંગર સુનિધિ ચૌહાણના કાર્યક્રમમાં વિવાદ, ટૂંકા વસ્ત્રો અને ડાન્સ સામે સવાલો ઉઠ્યા

📅 Published: October 4, 2026 | 📂 Category: Surat

સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ કારણસર વિવાદોના વંટોળમાં ઘેરાતું જઈ રહ્યું છે.સુરત શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ અને ગરિમા પર ક્યાંકને ક્યાંક ડાઘ લાગી રહ્યો હોય અથવા તેનું નામ ખરાબ થઈ રહ્યું હોય તેવી ચર્ચાઓ હવે શહેરીજનોમાં ખુલ્લેઆમ થવા લાગી છે.તાજેતરમાં જ સુરત શહેરમાં યોજાયેલા એક જાહેર સાંસ્કૃતિક કે મનોરંજનના કાર્યક્રમમાં સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન હદ વટાવી દેવામાં આવતા નવો વિવાદ વકર્યો છે.આ કાર્યક્રમમાં જાણીતી સિંગરના લોકપ્રિય ફિલ્મી ગીતો પર કલાકારો અને ડાન્સરો દ્વારા સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અશ્ચિલતાને લઈને સવાલો ઉભા થયાં છે.  

સ્ટેજ પરનું અશોભનીય પ્રદર્શન વિવાદનું કેન્દ્ર બન્યું

શહેરમાં થોડા દિવસો પહેલાં એક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જાણીતી સિંગરના લોકપ્રિય ફિલ્મી ગીતો પર કલાકારો અને ડાન્સરો દ્વારા સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું.જો કે,આ ડાન્સ પરફોર્મન્સ દરમિયાન ડાન્સરો દ્વારા પહેરવામાં આવેલા વસ્ત્રો અને તેમનું સ્ટેજ પરનું અશોભનીય પ્રદર્શન વિવાદનું કેન્દ્ર બન્યું છે.સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થતાં જ સુરતના સંસ્કારી વર્તુળોમાં ભારે આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્ટેજ પર જે પ્રકારે ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો તે પારિવારિક દર્શકો કે સભ્ય સમાજની મર્યાદા વટાવી જનારો હતો.

અભદ્ર હાવભાવને કારણે આ કાર્યક્રમની ચારેકોર ટીકા

ડાન્સરોના અશોભનીય પોશાક અને અભદ્ર હાવભાવને કારણે આ કાર્યક્રમની ચારેકોર ટીકા થઈ રહી છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ દ્વારા આયોજકો તથા પ્રદર્શન કરનારાઓ સામે આડેધડ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.સુરત જેવા પ્રગતિશીલ અને વ્યાપારી શહેરમાં આ પ્રકારના અશ્લીલ અને મર્યાદા વિહોણા કાર્યક્રમો થવાથી શહેરની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે.આ પ્રકારના અશોભનીય પ્રદર્શનને સાંખી ન લેવું જોઈએ અને સુરતની સંસ્કૃતિને લાંછન લગાડનારા આ આયોજન પાછળ જવાબદાર હોય તેવા તમામ મુખ્ય આયોજકો, સંચાલકો અને કલાકારો સામે તંત્ર દ્વારા કડક શિસ્તભંગની તથા કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સોશિયલ મીડિયા પર ઉગ્ર માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Surat News: કામરેજમાં સગાઈ તૂટતાં યુવકે યુવતીના પરિવારને લૂંટ્યો, 28 લાખથી વધુનો ફ્રોડ કર્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *