Suratના ઓલપાડમાં ખેડૂત સમાજની બેઠક યોજાઈ: વીજ ટાવર લાઈન અને જમીન અધિગ્રહણ સામે ભારે રોષ

📅 Published: October 4, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા આંધી ગામે ખેડૂત સમાજની એક અત્યંત મહત્વની અને મોટી બેઠક યોજાઈ હતી. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા સંકલિત માર્ગદર્શિકા પરિપત્રને લઈને સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. ખેતીની જમીનમાંથી પસાર થઈ રહેલી વીજ ટાવર લાઈનનો વિરોધ કરવા માટે બંને જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં એકજૂથ થઈને આંદોલનના માર્ગે આગળ વધ્યા છે.

16 એકર જમીન અધિગ્રહણનો વિરોધ

બેઠકમાં ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆતો કે સાંભળ્યા વિના જ કલેક્ટર દ્વારા એકતરફી હુકમો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કલેક્ટર દ્વારા 16 એકર જમીન અધિગ્રહણ કરવા માટે આપવામાં આવેલા આદેશનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ માંગેલી જરૂરી માહિતી અને સ્પષ્ટતા પૂરી પાડવામાં સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ ખેડૂત અગ્રણીઓએ લગાવ્યો હતો.

Farmers' society meeting held in Olpad, Surat

કલેક્ટર કચેરીનો ઘેરાવો

વહીવટી તંત્રના વલણ સામે આકરા પાણીએ થયેલા ખેડૂતોએ આંદોલનની રણનીતિ જાહેર કરી છે. આગામી 12મી તારીખે કલેક્ટરને આદેશ પાછો ખેંચવા આવેદનપત્ર પાઠવવામાં આવશે અને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. આ ઉપરાંત, ઓલપાડ તાલુકામાં ‘સત્યાગ્રહ છાવણી’ ઊભી કરવામાં આવશે અને જો ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) તેમજ એક્સપ્રેસ હાઇવે ચક્કાજામ કરવાનું ચીમકીભર્યું એલાન કરવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *