શહેરમાં મોબાઈલ સ્નેચિંગ કરતી ત્રિપુટી ઝડપાઈ:વોક કરવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરતા, મોબાઈલમાં રહેલી બેંકની વિગતનો ઉપયોગ કરી ઓનલાઈન ખરીદી કરી લેતા

📅 Published: October 4, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વોક કરવા નીકળતા નાગરિકોને ટાર્ગેટ કરી મોબાઈલ સ્નેચિંગ કરતી અને મોબાઈલમાં રહેલી બેંકિંગ વિગતોનો ઉપયોગ કરી મોજશોખ માટે ઓનલાઈન શોપિંગ કરતી શાતિર ગેંગના ત્રણ આરોપીને ઝોન 8 એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે 15 મોબાઈલ, 2 ટુ-વ્હીલર સહિત કુલ રૂ.5. 46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે જ રામોલ, નારોલ, ઇસનપુર અને મણિનગર પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા 7 સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. CCTVનું એનાલિસિસ કરી પોલીસ આરોપી સુધી પહોંચી
શહેરમાં ​છેલ્લા એક-દોઢ મહિનાથી રાત્રિના સમયે મોબાઈલ સ્નેચિંગના બનાવો વધી રહ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને એલસીબી ઝોન-8ની ટીમે સ્નેચિંગના રૂટના CCTV ફૂટેજ એનાલાઈઝ કરતા અને ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી બાતમી મળી હતી કે સ્નેચરો ન્યુ મણિનગરથી વસ્ત્રાલ આર.ટી.ઓ. રોડ તરફ અવરજવર કરે છે. જે આધારે પોલીસે વોચ ગોઠવીને બર્ગમેન અને સ્પ્લેન્ડર બાઈક પર જતા વટવાના ત્રણ આરોપી હર્ષિલ વાઘેલા, મોહમદ શરીફ શેખ અને શાહીદખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. વોક કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરતા
આરોપીની પૂછપરછ કરતા ​તેઓ રાત્રે જાહેર માર્ગો પર વોક કરતા લોકોનો પીછો કરી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જતા હતા. એટલું જ નહીં, સ્નેચ કરેલા મોબાઈલમાં સેવ કે ખુલ્લા રહી ગયેલા ક્રેડિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની માહિતીનો ઉપયોગ કરી તેમજ ટેલિગ્રામ પરથી આધારકાર્ડ નંબર જાણીને પાસવર્ડ બદલીને Flipkart Minutes એપ દ્વારા ઝડપી ડિલિવરી મેળવી ગ્રોસરી, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ તેમજ અન્ય પ્રોડક્ટ્સ ઓનલાઈન મંગાવી લેતા હતા. તેમજ મોબાઈલ પણ મંગાવી લેતા હતા. આરોપીમાં હર્ષિલ 10 નાપાસ, મોહમદ શરીફ અભણ અને શાહિદખાન પણ ઓછું ભણેલો છે.
​


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *