બ્રિટિશ ટ્રેડિંગ કંપની એલેક્ઝાન્ડર એન્ડ કંપની દ્વારા સ્થપાઇ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વધતા પ્રભાવમાં વ્યાપારી પ્રવૃત્તિને ટેકો આપવા યુરોપિયન બેંકિંગ રીત પર આધારિત હતી.
ભારતની પહેલી બેંક
1770માં કોલકાતામાં બ્રિટિશ વેપાર અને વહીવટ કંપની એલેક્ઝાન્ડર એન્ડ કંપની દ્વારા બેંક ઓફ હિન્દુસ્તાનની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે, બ્રિટિશ વેપાર અને વહીવટનો વિસ્તાર થઈ રહ્યો હતો. એવી સંસ્થાઓની જરૂરિયાત વધી રહી હતી જે વ્યાપારી વ્યવહારોને સરળ બનાવી શકે, થાપણોનું સંચાલન કરી શકે અને નાણાકીય સેવાઓ પૂરી પાડી શકે છે. આ બેંક મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય વેપાર અને સ્વીકૃત થાપણોને ટેકો આપતી હતી. તેણે ભારતની પ્રથમ કાગળની નોટો પણ જારી કરી હતી.
કેમ બંધ થઇ બેંક ?
જોકે, બેંકના ખાનગી માલિકીના માળખાએ તેને મોટા વ્યાપારી કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. 1819 અને 1832ની વચ્ચે બંગાળમાં ગંભીર વ્યાપારી કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. ગળીના વેપારમાં થયેલા નુકસાન અને એલેક્ઝાન્ડર એન્ડ કંપનીના ભારે દેવાને કારણે સંસ્થા પર વધારાનું દબાણ આવ્યું. આખરે, એલેક્ઝાન્ડર એન્ડ કંપની નાદાર થઈ ગઈ હતી. જેના કારણે બેંક ઓફ હિન્દુસ્તાન બંધ થઈ ગઈ હતી. તે 31 માર્ચ 1832ના રોજ કાયમી ધોરણે બંધ થઈ ગઈ હતી.
ભારતની બીજી બેંક પણ નિષ્ફળ
બેંક ઓફ હિન્દુસ્તાન પછી, જનરલ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના 1786માં થઈ હતી. જો કે, આ સંસ્થા પણ લાંબો સમય ટકી ન હતી, તેની સ્થાપનાના માત્ર પાંચ વર્ષ પછી, 1791માં બંધ થઈ ગઈ હતી. આ શરૂઆતની ખાનગી બેંકોની નિષ્ફળતાએ વસાહતી વ્યાપારી વિસ્તરણના પ્રારંભિક તબક્કા દરમિયાન સ્થિર બેંકિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં મુશ્કેલીઓ દર્શાવી હતી.
પ્રેસિડેન્સી બેંકોની શરૂઆત
ભારતીય બેંકિંગનો વધુ સંગઠિત તબક્કો ત્રણ પ્રેસિડેન્સી બેંકોની સ્થાપના સાથે શરૂ થયો. આ સંસ્થાઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મુખ્ય વહીવટી અને વેપાર કેન્દ્રો સાથે જોડાયેલી હતી. બેંક ઓફ કલકત્તાની સ્થાપના 2 જૂન, 1806 ના રોજ થઈ હતી, અને 1809 માં, તેનું નામ બદલીને બેંક ઓફ બંગાળ રાખવામાં આવ્યું. ત્યારબાદ 1840 માં બેંક ઓફ બોમ્બે અને 1843 માં બેંક ઓફ મદ્રાસ બનાવવામાં આવ્યું. આ સંસ્થાઓ ભારતની ઉભરતી બેંકિંગ પ્રણાલીના આવશ્યક આધારસ્તંભ બની અને બાદમાં ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી.
ઇમ્પિરિયલ બેંક કેવી રીતે SBI બની
27 જાન્યુઆરી, 1921 ના રોજ, ત્રણ પ્રેસિડેન્સી બેંકોનું વિલીનીકરણ કરીને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બનાવવામાં આવી. આ સંસ્થા દેશની સૌથી મહત્વપૂર્ણ બેંકોમાંની એક બની અને 1935 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના પહેલાં કેટલાક કેન્દ્રીય બેંકિંગ કાર્યો પણ કરતી હતી. સ્વતંત્રતા પછી, ભારત સરકારે ગોરવાલા સમિતિની ભલામણોના આધારે ઇમ્પિરિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું. આનો હેતુ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓનો વિસ્તાર કરવાનો હતો. 1જુલાઈ, 1955ના રોજ, ઈમ્પીરીયલ બેંકનું નામ બદલીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રાખવામાં આવ્યું હતુ.
ભારતની સૌથી જૂની સતત કાર્યરત બેંક કઈ ?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ભારતની સૌથી જૂની સતત કાર્યરત વાણિજ્યિક બેંકિંગ સંસ્થા માનવામાં આવે છે. તેનો સંસ્થાકીય ઇતિહાસ 1806માં બેંક ઓફ કલકત્તાથી શરૂ થાય છે. જોકે બેંક ઓફ હિન્દુસ્તાન ભારતની પ્રથમ બેંક હતી, પરંતુ 1832માં તેનું સંચાલન બંધ થઈ ગયું. 1894માં પંજાબ નેશનલ બેંકની સ્થાપના સાથે બીજો એક મોટો સીમાચિહ્નરૂપ બનાવ આવ્યો. પંજાબ નેશનલ બેંકને ભારતીય મૂડી સાથે સંપૂર્ણપણે ભારતીયો દ્વારા સંચાલિત પ્રથમ મોટી બેંક માનવામાં આવે છે. ભારતમાં સ્વદેશી બેંકિંગના વિકાસમાં આ એક મોટું પગલું હતું.
આ પણ વાંચોઃ Donald Trumpએ કરી Super Intelligence Forceની રચના, સીધી વ્હાઇટ હાઉસને કરશે રિપોર્ટ!
