Surat: પીપોદરાની જીઆઇડીસીમાં યાર્ન અને કાપડ બનાવતી કંપનીમાં ભીષણ આગ

📅 Published: October 4, 2026 | 📂 Category: Surat

પીપોદરા જીઆઇડીસીમાં આવેલી કાપડ બનાવતી ફેક્ટરીમાં મોડી રાત્રે ભિષણ આગ ફાટી નિકળતા નાસભાગ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પીપોદરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી શ્રી અંબાજી ફાઇબર્સ નામની યાર્ન અને કાપડ બનાવતી કંપનીમાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. આગમાં કંપનીમાં રહેલી મશીનરી, કાચો માલ, કાપડ, યાર્નનો જથ્થો, તૈયાર માલ સહિતનો માલ મટીરીયલ્સનો જથ્થો અને કંપનીનું બિલ્ડીંગ બળીને ખાખ થઇ ગયું હતું.

આકાશ આંબતી આગની જ્વાળાઓનાં પગલે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. ત્ઘટનાની જાણ થતાં કામરેજ, વરાછા, સુમિલોન સહિત પાંચ જેટલી ફાયરબ્રીગેડની ટીમો તાત્કાલિક બનાવનાં સ્થળે પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી 10 કલાકની ભારે જહેમત અને મહેનતનાં અંતે બેકાબુ આગ પર કાબુ મેળવ્યો હતો.કંપની માલિકને મોટું આર્થિક નુક્સાન થયું છે. સદનસીબે સ્આગનાં બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *