અમદાવાદ જિલ્લામાં દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામના રણજીતસિંહ ગુલાબસિંહ ઝાલા (ઉં.વ. 52) શનિવારે સાંજના અરસામાં બાઈક લઈને દેકાવાડાથી ડાભસર ગામ તરફ્ જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવી રહેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રણજીતસિંહ બાઈક પરથી નીચે પટકાયા બાદ ડમ્પરના ટાયર નીચે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં માર્ગ પરથી પસાર થતા લોકો તેમજ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક ઈમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી. જોકે, ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાં દેત્રોજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દેત્રોજ CHCખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવ અંગે દેત્રોજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad : દેત્રોજ ગ્રામ્યમાં ડમ્પર તળે આવી જતા રૂદાતલ ગામના યુવાનનું મોત
📅 Published: October 4, 2026 |
📂 Category: Ahmedabad
