Ahmedabad News: સ્માર્ટફોન સ્ક્રોલિંગનું વળગણ યુવાનો માટે જોખમી, શરીરના આ અંગ પર કાયમી વિકલાંગતાનો ભય

📅 Published: October 5, 2026 | 📂 Category: gujarati-news

આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન જીવનનો અવિભાજ્ય અંગ બની ગયો છે. પરંતુ આખો દિવસ મોબાઈલની સ્ક્રીન પર સતત આંગળીઓ અને અંગૂઠો ફેરવવાની ઘેલછા હવે મોટી શારીરિક બીમારીઓને નોતરી રહી છે.તબીબી ક્ષેત્રના નિષ્ણાતોના મતે,દિવસમાં કલાકો સુધી ચેટિંગ,ગેમિંગ કે સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ કરવાથી હાથની આંગળીઓ,હથેળી અને કાંડાના સ્નાયુઓ પર ગંભીર તણાવ ઊભો થઈ રહ્યો છે.ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીના ડૉક્ટરોના જણાવ્યા મુજબ,છેલ્લા કેટલાક સમયથી 15થી 35 વર્ષના યુવાનોમાં ટેક્સ્ટ થમ્બ,ટ્રિગર ફિંગર અને કાર્પલ ટનલ સિન્ડ્રોમ જેવા કેસોમાં 35 ટકાથી વધુનો ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.

નસ દબાઈ જવાની ફરિયાદોમાં 35 ટકાનો ઉછાળો

સ્માર્ટફોન પકડી રાખીને માત્ર અંગૂઠાથી ટાઈપ કરવાથી અંગૂઠાના સાંધાનો સખત સોજો આવી જાય છે.જેના કારણે આંગળીઓ વાંકી વળી જવી કે અમુક પોઝિશનમાં લોક થઈ જવાની સમસ્યા સર્જાય છે.કલાકો સુધી એક જ પોઝિશનમાં ટાઈપિંગ અને સ્ક્રોલિંગથી સ્નાયુઓ અને નસો પર ગંભીર સોજો અને આંગળીઓ લોક થઈ જવાની અને કાંડાની નસ દબાઈ જવાની ફરિયાદોમાં 35 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કોણીમાંથી હાથ વાળીને મોબાઈલ પકડી રાખવાથી અલ્નર નર્વ પર સતત દબાણ આવે છે.સમયસર આ ટેવ નહીં સુધારવામાં આવે તો નાની વયે જ આંગળીઓમાં આર્થરાઈટિસ થઈ શકે છે.

મોબાઈલ 1

કાયમી વિકલાંગતા કે ઓપરેશન કરાવવાની નોબત

આ ઉપરાંત,લાંબા સમય સુધી કોણીમાંથી હાથ વાળીને મોબાઈલ પકડી રાખવાથી અલ્નર નર્વ પર સતત દબાણ આવે છે.જેના કારણે ટચલી અને અનામિકા આંગળીમાં ઝણઝણાટી,બહેરાશ આવવી અને પકડ નબળી પડી જવી જેને તબીબી ભાષામાં સેલ ફોન એલ્બો કહેવાય છે.તબીબો ચેતવણી આપે છે કે જો સમયસર આ ટેવ સુધારવામાં ન આવે તો નાની વયે જ આંગળીઓમાં આર્થરાઈટિસ થઈ શકે છે અને ભવિષ્યમાં નસની સર્જરી કરાવવાની નોબત આવી શકે છે.સિનિયર ઓર્થોપેડિકનું કહેવું છે કે,માનવ શરીરની રચના આખો દિવસ આંગળીઓ એક જ દિશામાં ઝડપથી ફેરવવા માટે નથી થઈ.જ્યારે તમે કલાકો સુધી અંગૂઠાથી ટાઈપિંગ કરો છો ત્યારે સાંધા વચ્ચેનું કાર્ટિલેજ ઘસાય છે.જો યુવાનો અત્યારથી જ સ્માર્ટફોનનો મર્યાદિત અને સાચો ઉપયોગ નહીં કરે તો 30થી 35 વર્ષની નાની વયે જ આંગળીઓમાં કાયમી વિકલાંગતા કે ઓપરેશન કરાવવાની નોબત આવશે. 

મોબાઈલ 2

પાંચ કરોડથી વધુ એક્ટિવ ઈન્ટરનેટ યુઝર્સ

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને સરકારી અહેવાલો મુજબ,ગુજરાતમાં આશરે 5.5 કરોડથી વધુ એક્ટિવ ઈન્ટરનેટ યુઝર્સ છે.તેમાં ઈન્ટરનેટ વાપરનારાઓમાંથી આશરે 4.5 થી 4.8 કરોડ લોકો કોઈને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વ્હોટ્સએપ, યુ ટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામનો નિયમિત ઉપયોગ કરે છે.ગુજરાતમાં 90 ટકાથી વધુ સોશિયલ મીડિયા વાપરનારાઓ કમ્પ્યુટર કે લેપટોપના બદલે સ્માર્ટફોન દ્વારા જ સોશિયલ મીડિયા એક્સેસ કરે છે.કુલ ઈન્ટરનેટ યુઝર્સમાંથી આશરે 3.7 કરોડ યુઝર્સ શહેરી વિસ્તારોમાં અને બાકીના ગ્રામીણ વિસ્તારોમાં છે.રાજ્યમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના યુઝર્સની સંખ્યા આશરે 2.5 થી 3 કરોડ જેટલી અંદાજવામાં આવે છે જેમાં 18 થી 35 વર્ષની વયના યુવાનોનો હિસ્સો સૌથી મોટો છે.

મોબાઈલ 3

કેટલાક કેસ પર એક નજર

26 વર્ષીય યુવક દિવસમાં 12 કલાકો ગેમિંગ અને ચેટિંગ કરતો હતો.અચાનક તેના જમણા હાથનો અંગૂઠો લોક થઈ ગયો.તબીબોએ તપાસતા માલુમ પડ્યું કે અંગૂઠાની નસમાં ગંભીર સોજો આવી ગયો છે અને ફિઝિયોથેરાપી સાથે ‘થમ્બ સ્પ્લિન્ટ’ (વિશેષ પટ્ટો) બાંધવો પડ્યો.૨૧ વર્ષીય વિદ્યાર્થિની ટચલી આંગળી પર સ્માર્ટફોનનો નીચેનો ભાગ ટેકવીને પકડવાની ટેવ હતી. સતત વજન આવવાથી તેની ટચલી આંગળીનો સાંધો વાંકો વળી ગયો અને કાયમી ધોરણે નસ દબાઈ ગઈ.

આ પણ વાંચોઃ Shankersinh Vaghelaએ અનામત વિવાદ પર આપી સ્પષ્ટતા, નિવેદન પર મક્કમ રહ્યા ખરાં? Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *