શંખેશ્વર તાલુકાના રાજપુરા ગામે 22 વર્ષીય પરિણીતાને તેના પતિના મિત્ર લાલાભાઈ દલાભાઈ ઠાકોરે ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા લેવા દબાણ કર્યું. ગત 1 ઓગસ્ટ, 2026ના રોજ લાલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી ‘Idthakor 4717’ પરથી પરિણીતાને મેસેજ કર્યો. તેમાં લખ્યું, “તારા પતિ જોડે ખાવા પૈસા નથી એટલે તું તેની પાસેથી છૂટાછેડા લઈ લે અને સારી જિંદગી જીવ.” પરિણીતાએ પતિને જાણ કરતા પતિએ આરોપી લાલાને સમજાવવા ગયા. ત્યારે લાલાએ ઉશ્કેરાઈ ગાળો આપી ધમકી આપી: “તારે જે થાય તે કરી લેજે અને હવે પછી કહેવા આવીશ તો જાનથી મારી નાખીશ.” સમાધાન ન થતાં પરિણીતાએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં લાલાભાઈ દલાભાઈ ઠાકોર સામે બી.એન.એસ.ની કલમ 296(b) અને 351(3) હેઠળ ગુનો નોંધાવ્યો. પોલીસે એએસઆઈ રાજુભાઈ રાવળને તપાસ સોંપી છે.
રાજપુરામાં પરિણીતાને ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા લેવા દબાણ:પતિને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે ગુનો દાખલ
📅 Published: October 5, 2026 |
📂 Category: gujarati-news
