'બાળકોના બિહેવિયર પર સતત નજર રાખો':અમદાવાદની 4 સ્કૂલમાં ગંભીર ઘટના બનતા DEOનો શાળાઓને આદેશ, વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશે

📅 Published: October 5, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં ચાર જેટલી શાળાઓમાં ગંભીર ઘટનાઓ સામે આવી હતી. શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને અભદ્ર મેસેજ મોકલવાની ઘટના હોય કે પછી વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીઓને માર મારવાની ઘટના બનતા હવે શાળાઓમાં શિક્ષકોને માત્ર શૈક્ષણિક કાર્ય જ નહીં પરંતુ વિદ્યાર્થીઓનું બિહેવિયર સુધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. શહેરની તમામ શાળાઓને વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યો છે. કાઉન્સેલિંગ કર્યા બાદ જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓનું મેન્ટલ અને ફિઝિકલ બિહેવિયર સુધારવા માટે શિક્ષકોને સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીએ સ્કૂલની બહાર ત્રણેય વિદ્યાર્થિનીઓ માર માર્યો
બાપુનગરમાં આવેલી જીવન સાધના સ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થીને વિદ્યાર્થિનીઓને વારંવાર સામે જોતો હોવાથી ટોક્યો હતી. તેમજ વારંવાર જોતાં હોવાની ફરિયાદ વિદ્યાર્થિનીઓને શિક્ષકને કરતા શિક્ષકે તેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીએ સ્કૂલની બહાર ત્રણેય વિદ્યાર્થિનીઓ માર માર્યો હતો. જેમાં એક વિદ્યાર્થિનીને કાનમાં ઈજા થઈ હતી અને બીજી બેભાન થઈ હતી. ગંભીર ઘટના બનતા શાળા સંચાલકે વિદ્યાર્થીને LC આપી શાળામાંથી કાઢી મૂક્યો હતો. પાલડી વિસ્તારમાં આવેલી શારદા મંદિર સ્કૂલમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે વિદ્યાર્થિની સાથે વાત કરવાના મુદ્દે વિવાદ થયો હતો. શાળામાં થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને બાદમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. વિદ્યાર્થિનીના મિત્રએ શિક્ષકને લાફા ઝીંકી દીધા હતા
મણિનગર વિસ્તારમાં આવેલી પ્રગતિ સ્કૂલમાં શાળાના કોમ્પ્યુટર શિક્ષક દ્વારા નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ કર્યાનો આક્ષેપ થતાં વિવાદ સર્જાયો હતો. વિદ્યાર્થિનીએ તેના મિત્રને જાણ કરતા તેના મિત્રએ શિક્ષકનો શાળામાં પકડી મોબાઇલ ચેક કરતા ખોટી આઇડી પણ મળી આવી હતી. જે બાદ વિદ્યાર્થિનીના મિત્રએ શિક્ષકને લાફા પણ ઝીંકી દીધા હતા. એક શિક્ષકના પદને શર્મસાર કરતી ઘટના બનતા શાળા સંચાલકે શિક્ષકને ટર્મિનેટ કરી દીધો છે. વિદ્યાર્થિનીને ‘I Love You’ લખેલી ચિઠ્ઠી આપી
રામોલ વિસ્તારમાં આવેલી બ્રાઈટ અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં ધોરણ 4ના વિદ્યાર્થીએ વર્ગની એક વિદ્યાર્થિનીને ‘I Love You’ લખેલી ચિઠ્ઠી આપી હતી. ચિઠ્ઠીનો મામલો શિક્ષિકા અને શાળા સંચાલન સુધી પહોંચ્યા બાદ વિદ્યાર્થીને ઠપકો આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના વાલીએ શિક્ષિકા અને આચાર્ય પર બાળકને માર માર્યાનો આક્ષેપ કરતાં રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે તે બાદ શાળાએ શિક્ષિકાને સસ્પેન્ડ પણ કરી દીધી હતી. વિદ્યાર્થીઓનું સતત કાઉન્સેલિંગ કરવા શિક્ષકોને સૂચના
જેથી શાળાઓમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બનતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને વધુ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વર્ગમાં વિદ્યાર્થીઓ શું કરે છે અને તેનું બિહેવિયર કેવું છે તેનું ધ્યાન રાખવા માટે તમામ શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સાથે સતત સંવાદ કરીને તેમનું સતત કાઉન્સેલિંગ કરવા માટે શિક્ષકોને સૂચના આપવામાં આવી છે. સારથી પ્રોજેક્ટ થકી પણ શાળાઓમાં શિક્ષકોને વિદ્યાર્થીઓનું ફિઝિકલ અને મેન્ટલ હેલ્થમાં કઈ રીતે બદલાવ લાવી શકાય તેની તાલીમ આપવામાં આવશે. મનોવૈજ્ઞાનિક રીતે આવી ઘટનાઓને રોકવા માટે મોબાઇલ અને મૂવીના કારણે વિદ્યાર્થીઓમાં થતા બદલાવ સમજાવવા અને તેમાં સુધાર લાવવા શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. ‘વિદ્યાર્થીઓના બિહેવિયર પર ફોકસ કરીને કાઉન્સિલિંગ કરાશે’
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસમાં બનેલી ત્રણથી ચાર ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. ચિંતાજનક બનાવ સામે આવતા શાળાઓને તાત્કાલિક ઘટનાનો અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે. તેમજ શાળાઓએ પણ ઘટના બન્યા બાદ જરૂરી કાર્યવાહી પણ કરી છે. તેમજ હવે તમામ શાળાઓને ફિઝિકલ અને મેન્ટલ વેરનેસ પર કામ કરવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના બિહેવિયર પર ફોકસ કરીને તેમનું કાઉન્સિલિંગ કરવા માટે પણ તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. તેમજ અમે પણ વિદ્યાર્થીઓના મેન્ટલ અને ફિઝિકલ બિહેવિયર પર ઓનલાઈન અને ઓફલાઇન ફોકસ કરવામાં આવશે. ‘બાળકોના બિહેવિયર પર ખાસ ધ્યાન આપવામાં આવશે’
વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી પ્રોજેક્ટ સારથી થકી અલગ અલગ કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે તેમના બિહેવિયર પર પણ ફોકસ કરવા માટે શાળાઓને સૂચના અપાઈ છે. જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તેને જોતા બાળકોના બિહેવિયર પર ખાસ ધ્યાન આપવામાં આવશે. શિક્ષકોએ તેના પર ધ્યાન યોગ્ય પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો છે. કારણ કે શાળાઓમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તે યોગ્ય નથી. વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાને રાખીને તમામ ઘટનાઓમાં પોલીસને પણ જાણ કરવામાં આવી છે. વર્ગમાં મનોવૈજ્ઞાનિક રીતે પણ વિદ્યાર્થીમાં બદલાવ લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. શિક્ષકને ટર્મિનેટ કરાયો, વિદ્યાર્થીને એલસી આપી શાળામાંથી કાઢી મૂક્યો
અલગ અલગ ઘટનાઓ બાદ થયેલી કાર્યવાહીને લઈને રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રગતિ સ્કૂલમાં એક શિક્ષક દ્વારા પણ વિદ્યાર્થીનીને મેસેજ મોકલવામાં આવ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે પત્નીને મોકલવાનો મેસેજ વિદ્યાર્થીનીને ભૂલથી મુકાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી શિક્ષકને તાત્કાલિક ટર્મિનેટ કરવામાં આવ્યો છે. કારણ કે આ પ્રકારના મેસેજ ક્યારે પણ ભૂલથી સેન્ડ થતા હોતા નથી જાણી જોઈને મોકલવામાં આવ્યા હોય છે. તેમજ બાપુનગરની પણ શાળામાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીઓને માર મારતા તેને પણ તાત્કાલિક એલસી આપી શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. શાળાઓમાં ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરી તેમના બિહેવિયર સુધારવા માટે પણ શિક્ષકોને સૂચના આપવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *