આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તહેવારો ટાણે ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભેળસેળ કે બગડેલી વસ્તુઓનું વેચાણ રોકવા માટે તંત્ર દ્વારા રાત્રી દરમિયાન ભરાતા ખાણીપીણી બજારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.
લો ગાર્ડન વિસ્તારના લારી-ગલ્લાઓ તપાસાશે
આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ખાસ કરીને અમદાવાદ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં ખાણીપીણી માટે ઊભા રહેતા ફૂડ ટ્રક અને લારી-ગલ્લાઓમાં વેચાતી ખાધસામગ્રીની ગુણવત્તા ચકાસવામાં આવશે. ગ્રાહકોને શુદ્ધ અને સ્વચ્છ ખોરાક મળી રહે તે હેતુસર આરોગ્ય અધિકારીઓ સ્થળ પર જઈને નમૂનાઓ અને સ્વચ્છતાની ચકાસણી કરશે.

નોટિસ અને હાનિકારક ખોરાકનો સ્થળ પર નાશ
ચેકિંગ દરમિયાન જે પણ એકમો કે સંચાલકોના ખોરાકમાં શંકાસ્પદ કે અસ્વચ્છતા જોવા મળશે, તેવા સંચાલકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, જો કોઈ ખોરાક માનવ સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક અથવા બગડેલો જણાશે, તો તેવા ખાદ્ય પદાર્થોનો ઘટનાસ્થળે જ નાશ કરવાની AMC દ્વારા કડક તૈયારીઓ કરવામાં આવી છે.

<a href="
=” target=”_blank”>
=
