ચાલીસમો જન્મદિવસ

📅 Published: October 5, 2026 | 📂 Category: Nari

ચાલીસ વર્ષની ઉંમરે પહોંચવું એ મારા માટે માત્ર એક આંકડો નોહતો, પણ જીવનનો એક નવો વળાંક હતો. અત્યાર સુધીનું મારું જીવન પરિવાર, ઘરકામ અને નોકરીની જવાબદારીઓ વચ્ચે જ વીતી ગયું હતું. મારા પોતાના શોખ અને સપનાં ક્યાંય પાછળ છૂટી ગયાં હતાં, પરંતુ મારી ચાલીસમી વર્ષગાંઠની એ સાંજ મારા જીવનની સૌથી યાદગાર અને સ્પર્શી જાય તેવી ક્ષણ બની ગઈ. તે સાંજે મારા પતિ અને બાળકોએ મારા માટે એક સુંદર સપ્રાઇઝ પાર્ટી રાખેલી. ઘરની દીવાલો પર મારી બાળપણથી લઈને અત્યાર સુધીની સફરના ફોટા સજાવેલા હતા, પરંતુ ખરી સરપ્રાઈઝ તો હજુ બાકી હતી.  

મારા ૧૫ વર્ષના દીકરાએ માઇક હાથમાં લીધું અને પ્રેમથી કહ્યું, મમ્મી, તેં હંમેશાં અમારાં સપનાં પૂરાં કર્યાં છે, પણ આજે તારા ૪૦મા જન્મદિવસે અમે તારું એક અધૂરું સપનું તને પાછું આપવા માંગીએ છીએ. આટલું કહીને તેણે મારા હાથમાં શાસ્ત્રીય સંગીત વર્ગની એડમિશન ફાઇલ મૂકી. નાનપણથી મને સંગીતનો ખૂબ શોખ હતો, પણ સમયના અભાવે હું ક્યારેય શીખી ન શકી. આ વાત મારા પરિવારે યાદ રાખી હતી! મારા પતિએ પણ મારો હાથ પકડીને કહ્યું કે, હવે તારે તારાં પોતાનાં સપનાં જીવવાનો સમય આવી ગયો છે.

તે દિવસે મારી આંખોમાંથી હરખનાં આંસુ વહી ગયાં. પોતાના જ પરિવાર પાસેથી મળેલો આ પ્રેમ, આદર અને પ્રોત્સાહન મારા હૃદયમાં હંમેશ માટે અમર થઈ ગયાં.    

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *