ગાંધીનગરના મોટા ચિલોડા સર્કલ નજીક દહેગામ રોડ પર ગરનાળા પાસે ગઈકાલે સાંજના અરસામાં અજાણ્યા આઇસર ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જીને ચાલક આઇસર લઈને અંધારામાં નાસી ગયો હતો. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૂરપાટ ઝડપે ટ્રક હંકારી બાઈકને અડફેટે લીધું
અમદાવાદના વસ્ત્રાલપુર ખાતે સરકારી વસાહતમાં રહેતા અને મણિનગરની સરકારી આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર બાબુભાઈ પટેલના નાના ભાઈ ભરતભાઈ બાબુભાઈ બાઇક લઈને દહેગામથી મોટા ચિલોડા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન દહેગામ રોડ પર આવેલા ગરનાળા પાસેથી પસાર થતી વખતે સામેથી આવી રહેલા એક અજાણ્યા આઇશર ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે ટ્રક હંકારી બાઈકને અડફેટે લીધું હતું. આઇસર લઈ ડ્રાઇવર ફરાર
આ અકસ્માતના પગલે ભરતભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જોકે આઇસર લઈને ચાલક અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. જ્યારે સ્થાનિકોએ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ થકી સિવિલ સારવાર અર્થે ખસેડ્યા હતા.
આ બનાવની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ આગળ પહોંચતા ભરતભાઈનું અવસાન થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોટા ચિલોડા સર્કલ પાસે હિટ એન્ડ રન, 1નું મોત:માતેલા સાંઢની માફક આઇસરે બાઈકને અડફેટે લેતા ચાલકનું સ્થળ પર મોત
📅 Published: October 6, 2026 |
📂 Category: gujarati-news
