Gandhinagar News : ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક માળખું ખોરવાયું, 13 વિવિધ સેલની નિમણૂંક છેલ્લા એક વર્ષથી અટવાઈ

📅 Published: October 6, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં ભાજપના મજબૂત સંગઠન વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પક્ષના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા વિવિધ 13 સેલની નિમણૂકો છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી અટવાઈ પડી છે. સંગઠનને આક્રમક અને સક્રિય બનાવતા વિવિધ મોરચા અને સેલની રચના ન થવાના કારણે પક્ષના પાયાના કાર્યકરો અને હોદ્દો મેળવવાની અપેક્ષા રાખતા નેતાઓમાં ભારે અસમંજસ અને નારાજગીનો મોહાલ જોવા મળી રહ્યો છે.

પ્રદેશ અને જિલ્લા સ્તરે પ્રક્રિયામાં ગૂંચવાયું કોકડું

ભાજપના બંધારણ અને વહીવટી પ્રક્રિયા મુજબ, પ્રાદેશિક કક્ષાની નિમણૂંકો પક્ષના પ્રદેશ અને કેન્દ્રીય શીર્ષસ્થ મોવડીમંડળ દ્વારા કરવામાં આવે છે, જ્યારે જિલ્લા કક્ષાના સેલના હોદ્દેદારોની નિમણૂંક સંબંધિત જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવતી હોય છે. જોકે, પ્રદેશ અને જિલ્લા એમ બંને સ્તરે આ વખતે નિમણૂંકોને લઈને મોટું કોકડું ગૂંચવાયું છે. નામોની પસંદગી, જૂથબંધી અને પ્રાદેશિક સમીકરણોને સાધવામાં સહમતી ન સધાતા નિમણૂંક પ્રક્રિયા અટકી પડી હોવાનું મનાઈ રહ્યું છે.

નવું માળખું ન રચાતાં જૂની નિમણૂકો યથાવત રાખવાની પડી ફરજ

નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાતમાં સતત વિલંબ થઈ રહ્યો હોવાથી, પક્ષના કામકાજને થંભી જતું અટકાવવા માટે મોવડીમંડળે વચગાળાનો માર્ગ અપનાવ્યો છે. જે હેઠળ હાલ પૂરતી જૂની નિમણૂકો અને સમિતિઓને જ યથાવત રાખવામાં આવી છે. જૂના ચહેરાઓ જ હાલ વિવિધ સેલનો વહીવટ સંભાળી રહ્યા છે. જેથી આગામી સમયમાં આ મડાગાંઠ ક્યારે ઉકેલાય છે અને 13 સેલના નવા હોદ્દેદારોની જાહેરાત ક્યારે થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો : Ahmedabad News : મકરબા રેલવે ઓવરબ્રિજ વિવાદમાં તંત્રની મોટી કાર્યવાહી, ડિઝાઇન કન્સલ્ટન્ટ અને PMC કંપનીને ફટકારાઈ નોટિસ…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *