Ahmedabad News : મકરબા રેલવે ઓવરબ્રિજ વિવાદમાં તંત્રની મોટી કાર્યવાહી, ડિઝાઇન કન્સલ્ટન્ટ અને PMC કંપનીને ફટકારાઈ નોટિસ…

📅 Published: October 6, 2026 | 📂 Category: Ahmedabad
અમદાવાદના મકરબા વિસ્તારમાં આકાર લઈ રહેલા રેલવે ઓવરબ્રિજ (ROB)ની વિવાદાસ્પદ અને ખામીયુક્ત ડિઝાઇન અંગે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સંદેશ ન્યૂઝના અહેવાલની સીધી અસર જોવા મળી છે અને વહીવટી તંત્રે બ્રિજની ત્રુટિપૂર્ણ ડિઝાઇન તૈયાર કરનાર કન્સલ્ટન્સી એજન્સી સામે કડક કાર્યવાહી હાથ ધરીને સત્તાવાર નોટિસ ફટકારી છે.

‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ને ડિઝાઇનમાં ખામી બદલ પાઠવાઈ કારણદર્શક નોટિસ

મકરબા રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટમાં બ્રિજની મુખ્ય ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી ‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ (Delph Consultancy) નામની એજન્સીને સોંપવામાં આવી હતી. જોકે, આ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇનમાં ગંભીર ખામીઓ અને ત્રુટિઓ હોવાનું સામે આવ્યું હતું. વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરતી આ ડિઝાઇન સામે વિરોધ ઊઠતાં તંત્રે ‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ને નોટિસ જારી કરીને આ બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી છે.

PMC તરીકે ‘કસાડ’ કંપની હતી કાર્યરત, તંત્ર દ્વારા આકરાં પગલાંની તૈયારી

મકરબા બ્રિજ પ્રોજેક્ટના સુપરવિઝન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી ‘કસાડ’ (Kasad) કંપનીને સોંપવામાં આવી હતી. તંત્ર દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં કન્સલ્ટિંગ એજન્સીઓની ઘોર બેદરકારી છતી થઈ છે. સંદેશ ન્યૂઝના સતત અહેવાલો બાદ હરકતમાં આવેલા તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો જવાબદાર કંપનીઓ સામે કાળી યાદી (Blacklist)માં મૂકવા સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Gandhinagar મનપા ચૂંટણી અંગે તંત્રનું મોટું જાહેરનામું, મતદાન અને મતગણતરીના દિવસે ‘ડ્રાય ડે’ જાહેર!

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *