Virat Kohli Bollywood Debut: ક્રિકેટ બાદ બોલીવુડમાં એન્ટ્રી કરશે વિરાટ કોહલી? રાહુલ દ્રવિડે આપ્યો મોટો સંકેત

📅 Published: October 6, 2026 | 📂 Category: cricket

વિરાટ કોહલીનું નામ માત્ર ભારતીય ક્રિકેટમાં જ નહીં, પરંતુ વિશ્વના મહાન ક્રિકેટરોમાં લેવામાં આવે છે. મેદાન પર પોતાની આક્રમક બેટિંગ અને શાનદાર પ્રદર્શનથી કરોડો ચાહકોના દિલમાં સ્થાન બનાવનાર વિરાટ હવે ક્રિકેટ સિવાય અન્ય ક્ષેત્રમાં પણ જોવા મળશે કે કેમ, તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.શું વિરાટ કોહલી ભવિષ્યમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે? આ સવાલનો રસપ્રદ જવાબ પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડે આપ્યો છે.

રાહુલ દ્રવિડે વિરાટનું નામ લીધું

એક તાજેતરના ઈન્ટરવ્યૂમાં રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું હતું કે તેમની ટીમમાંથી કોણ સૌથી સારો બોલિવૂડ અભિનેતા બની શકે?આ વાતચીત દરમિયાન અભિનેતા અભિષેક બચ્ચન પણ હાજર હતા. ચર્ચામાં અગાઉ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ક્રિકેટરોનો ઉલ્લેખ થયો હતો.રાહુલ દ્રવિડે જણાવ્યું કે સુનીલ ગાવસ્કરે પણ એક્ટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.સૈયદ કિર્માણી અને અજય જાડેજા પણ ફિલ્મોમાં જોવા મળ્યા છે.જ્યારે દ્રવિડને પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતે ફિલ્મોમાં કામ કરવા માંગશે, ત્યારે તેમણે હળવા અંદાજમાં કહ્યું કે તેઓ પોતાની ક્ષમતાને સારી રીતે જાણે છે અને પોતાને મૂર્ખ બનાવવા માંગતા નથી.ત્યારબાદ થોડું વિચાર્યા બાદ તેમણે વિરાટ કોહલીનું નામ લીધું.

“વિરાટ લોકોની નકલ સારી રીતે કરે છે”

રાહુલ દ્રવિડે વિરાટ કોહલીના એક અલગ જ ગુણ વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે વિરાટ અન્ય લોકોની નકલ ખૂબ સારી રીતે કરી શકે છે.દ્રવિડના જણાવ્યા પ્રમાણે,જ્યારે વિરાટ ટીમમાં નવા ખેલાડી હતા અને ટીમમાં ઘણા સિનિયર ખેલાડીઓ હતા,ત્યારે તેઓ લોકોની નકલ કરવામાં ખૂબ સારા હતા.દ્રવિડે એમ પણ કહ્યું કે વિરાટે વર્ષોથી અનેક જાહેરાતોમાં કામ કર્યું છે અને કેમેરા સામે રહેવાનો તેમને સારો અનુભવ છે.આ કારણે જો તેઓ ભવિષ્યમાં એક્ટિંગ તરફ વળે તો તે તેમના માટે સંપૂર્ણપણે નવું ક્ષેત્ર નહીં હોય.

અભિષેક બચ્ચને અનુષ્કા શર્માનો કર્યો ઉલ્લેખ

આ વાતચીત દરમિયાન અનુષ્કા શર્માનો પણ ઉલ્લેખ થયો. અનુષ્કા અને વિરાટની પ્રથમ મુલાકાત એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી.ત્યારબાદ વિરાટ કોહલી અનેક જાહેરાતોમાં જોવા મળ્યા છે.તેથી કેમેરા સામેનો તેમનો અનુભવ પણ ઘણો છે.જોકે વિરાટે અત્યાર સુધી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તેથી ફિલ્મોમાં તેમની એન્ટ્રી અંગેની ચર્ચા હાલ માત્ર સંભાવના અને મજેદાર ચર્ચા સુધી મર્યાદિત છે.

કાસ્ટિંગ ડિરેક્ટરે પણ વિરાટની કરી હતી પ્રશંસા

આ પહેલાં કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ પણ વિરાટ કોહલીની એક્ટિંગ ક્ષમતા અંગે વાત કરી હતી.તેમણે વિરાટમાં કેમેરા સામે પોતાની જાતને રજૂ કરવાની ક્ષમતા હોવાનું જણાવ્યું હતું. વિરાટની લોકપ્રિયતા, જાહેરાતોમાં લાંબા સમયનો અનુભવ અને કેમેરા સામેનો આત્મવિશ્વાસ જોતા તેમના બોલિવૂડ ડેબ્યૂ અંગે સમયાંતરે ચર્ચા થતી રહી છે.

શું ખરેખર ફિલ્મોમાં જોવા મળશે વિરાટ?

હાલ વિરાટ કોહલીના બોલિવૂડ ડેબ્યૂ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી.રાહુલ દ્રવિડનું નિવેદન પણ માત્ર તેમની વ્યક્તિગત પસંદગી અને ક્ષમતાને લઈને કરવામાં આવેલી વાતચીતનો ભાગ છે.વિરાટ ક્રિકેટની દુનિયામાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. હવે તેઓ ખરેખર ફિલ્મોમાં પગ મૂકશે કે નહીં તે ભવિષ્ય જ નક્કી કરશે. પરંતુ જો ક્યારેય તેઓ ફિલ્મોમાં જોવા મળે તો તેમના ચાહકો માટે ચોક્કસપણે આ એક ખાસ ઘટના બની શકે છે.

આ પણ વાંચો – Delhi Capitals New Head Coach: સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના નવા હેડ કોચ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *