અમદાવાદના ઘાટલોડિયામા રહેતી અને આઈટી કંપનીમાં નોકરી કરતી પરિણીતાને લગ્ન બાદ વિદેશ પ્રવાસના ખર્ચા કરાવવા તેમજ દહેજ પેટે એપલ મોબાઈલ સહિતની ચીજવસ્તુઓની સતત માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સંતાન પ્રાપ્તિ માટે આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવાનો ઇનકાર કરી ત્રાસ આપી છૂટાછેડા લેવા દબાણ કરતાં પરિણીતાએ વસ્ત્રાપુરમાં રહેતા પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. ત્રાસ આપીને પગારના નાણાં આપી દેવા દબાણ કરતા
ઘાટલોડિયામાં રહેતી 32 વર્ષીય પરિણીત એમબીએ ભણેલ છે અને આઇટી કંપનીમાં નોકરી કરે છે. પરિણીતાના લગ્ન નવેમ્બર 2021માં વસ્ત્રાપુરમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ જાન્યુઆરી 2022માં માલદીવ હનીમૂન માટે ગયા ત્યારે પતિએ હનીમૂનનો ખર્ચ તારા પિતાએ સ્પોન્સર કરવો પડે તેમ કહેતાં યુવતીના પિતાએ તમામ ખર્ચ ભોગવ્યો હતો. ત્યારબાદ નવેમ્બર 2022માં પ્રથમ લગ્નતિથિએ દુબઈ તથા વર્ષ 2023માં હોંગકોંગ અને ગોવા પ્રવાસ દરમિયાન પણ પતિએ હોટલ બુકિંગ સહિતનો અડધો ખર્ચ પરિણીતા પાસેથી જ કરાવ્યો હતો. સાસુ સસરા પણ ત્રાસ આપીને પગારના નાણાં આપી દેવા દબાણ કરતા હતા. લગ્નજીવન દરમિયાન સંતાન માટે આઈયુઆઈ ટ્રીટમેન્ટ નિષ્ફળ જતાં પરિણીતાના તમામ રિપોર્ટ સામાન્ય હોવા છતાં પતિએ આગળ આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવાની ના પાડી દીધી હતી. છૂટાછેડા આપી ઘર છોડી જવાનું કહી મારઝૂડ કરી
ઓક્ટોબર 2025માં પતિએ પત્ની તરીકે રાખવી નથી તેમ કહી છૂટાછેડા આપી ઘર છોડી જવાનું કહી મારઝૂડ કરી હતી. તેમજ પતિ સહિત સાસરિયાએ પરિણીતાના પિતા પાસેથી એસી અને એપલ ફોન મેળવ્યા બાદ પણ ત્રાસ ચાલુ રહ્યો હતો. જેથી કંટાળી પરિણીતાએ આ અંગે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોધાવી છે.
માલદીવ-દુબઈ ટૂરના ખર્ચો પતિએ પત્ની પાસેથી કરાવ્યો, એપલ ફોન પડાવ્યો:ઘાટલોડિયામાં સાસરીયાઓએ બાળક માટે IVF ટ્રીટમેન્ટ કરાવવાની ના પાડી અને ત્રાસ આપી છૂટાછેડા માટે દબાણ કર્યું
📅 Published: October 6, 2026 |
📂 Category: gujarati-news
