Gandhinagar : મેવા દ્વારા તેજસ્વી તારલાનું સન્માન કરાયું

📅 Published: October 6, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગરઃમુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર એસોસિએશન (મેવા), ગાંધીનગર દ્વારા તાજેતરમાં જ આયોજિત ઈનામ વિતરણ કાર્યક્રમમાં ધોરણ-10 અને 12 અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સફ્ળતા મેળવનારા વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સમારોહ શ્રી બિલાલ શેઠ (પ્રોફેસર, સરકારી ડેન્ટલ કોલેજ, સિદ્ધપુર)ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડૉ. મુકીમ સૈયદ (એમ.ડી. સાઈકિયાટ્રી), શ્રી સોહેલ તિરમિઝી (એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ), શ્રી ઇરફાન મોગલ (મોટીવેશનલ સ્પીકર) અને ડૉ. સોફ્યિા વોહરા (આસિ. પ્રોફેસર) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થામાં ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડયું હતું. વિદ્યાર્થીઓને આગામી પાંચ વર્ષમાં કઈ બાબતનો ટ્રેન્ડ રહેવાનો છે તેનો અભ્યાસ કરીને કારકિર્દી પસંદકરવાનું આહવાન કરાયું હતું. વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગ સાથે તાલમેલ બેસાડવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સેક્રેટરી યુનુસસલીમ સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ઉસમાનખાન રાઠોડે ઉપસ્થિત શ્રોતાજનોને સંસ્થાનો પરિચય આપ્યો હતો. સંસ્થાના અહેમદઅલી સૈયદ, મોઈનભાઈ સૈયદ, જીલાનીમિયાં સૈયદ, મુસ્તુફા શેખ, રોશનશા ફ્કીર, રફ્કિ મનસુરી, શહેનાઝબેન અનસારી, રજાકભાઈ પઢિયાર, ઈરશાદઅલી સૈયદ સહિતના સભ્યોએ કાર્યક્રમના આયોજનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *