Ahmedabad News: ખેલ મહાકુંભ 2026 પાછળનો ખર્ચ 100 કરોડ ઉપર પહોંચ્યો

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષેય રાજ્ય સ્તરનો રમતોત્સવ-મહાકુંભ યોજાશે.8મી ઓક્ટોબરે વડોદરા ખાતે તેનું ઉદ્ઘાટન રાખ્યું છે.આ વખતે રમતોત્સવમાં ભાગ લેવા માટે રેકોર્ડબ્રેક 7602178 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન નોંધાયું છે.જે 2025માં યોજાયેલા રમતોત્સવની તુલનાએ સાડા ત્રણ લાખ વધુ છે.ગત વર્ષે 7257987 ખેલાડીઓની ઓનલાઇન નોંધણી થઈ હતી.વર્ષ 2010માં રાજ્યમાં પહેલીવાર આ રાજ્યસ્તરના રમતોત્સવનું આયોજન થયું હતું.જેમાં 16.5 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયું હતું.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ

આ વાર્ષિક રમતોત્સવમાં ઇનામો આપવા પાછળ રૂ.45 કરોડનો ખર્ચ અને આયોજન પાછળ પણ જેથી ખર્ચ થાય છે.આ સ્ટેટ લેવલની ઇવેન્ટ પાછળ કુલ રૂ.100 કરોડથી વધુ ખર્ચ થાય છે.રમતોત્સવમાં 7 વયજૂથમાં 39 જેટલી રમતોનું આયોજન થશે.રાજ્યમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ તથા 2036માં ઓલિમ્પિક યોજવાના ભાગરૂપે ઇન્ટરનેશનલ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે.આ વર્ષના બજેટમાંથી રમતગમત ક્ષેત્ર માટે કુલ રૂ.1331 કરોડની જોગવાઈ થઈ છે. 

ઓલિમ્પિક ગેમ્સના આયોજનની તૈયારી

જે પૈકી રૂ.1056 કરોડ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સના આયોજનની તૈયારી કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઊભું કરવા પાછળ ખર્ચ કરવાનું સરકારે જાહેર કર્યું છે.સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ તોતિંગ ખર્ચ કરી રહી છે પરંતુ ખેલાડીઓ તૈયાર કરવા પાછળ ઓછો ખર્ચ કરે છે,જેને કારણે ખેલાડીઓનું પરફોર્મન્સ નબળું રહે છે.તાજેતરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનો એક પણ ખેલાડી મેડલ જીતી શક્યો ન હતો,જ્યારે એશિયન ગેમ્સમાં માત્ર શૂટિંગમાં જ રાજ્યને 2 મેડલ મળ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી મહેસૂલ કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ, અમદાવાદમાં 58 નાયબ મામલતદારોની બદલી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *