પાટણની આર્ટ્સ કોલેજ 37મા યુથ ફેસ્ટિવલમાં ચેમ્પિયન બની:104 કોલેજના 1600થી વધુ સ્પર્ધકો વચ્ચે 7 સ્પર્ધામાં જીત મેળવી ટ્રોફી જીતી

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

પાટણની પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 37મા યુથ ફેસ્ટિવલમાં ચેમ્પિયન બની. 104 કોલેજોના 1600થી વધુ સ્પર્ધકો વચ્ચે કોલેજે 6 ઈવેન્ટમાં પ્રથમ અને 1માં દ્વિતીય સ્થાન મેળવ્યું. આ યુવા મહોત્સવ 5 અને 6 ઓક્ટોબર, 2026ના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે યોજાયો. આર્ટ્સ કોલેજે સૌથી વધુ ક્રમાંક મેળવી ટ્રોફી પોતાના નામે કરી. કોલેજે 7 સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો. વેસ્ટર્ન ગ્રૂપ સોંગ, ઈન્ડિયન ગ્રૂપ સોંગ, શાસ્ત્રીય સંગીત (ઈશાન રાઠોડ), વેસ્ટર્ન સોલો સિંગિંગ (ઝલક ઠાકોર), તાલ વાદ્ય (ધ્રુવ નાયક), સ્વર વાદ્ય (દીપકદાન ગઢવી)માં પ્રથમ સ્થાન મળ્યું. લાઈટ સિંગિંગમાં શિખા નાયક બીજા નંબરે. ડૉ. સમ્યક પારેખે વિજેતાઓને તાલીમ આપી. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સીડીઓ ડૉ. જય ધ્રુવ, આચાર્ય ડૉ. રીટાબેન પારેખ, ડૉ. આશુતોષ પાઠક, ડૉ. લિપિ આચાર્ય, ડૉ. ઝંખના જાની, ડૉ. પિયુષ ચાવડા સહિત કોલેજ પરિવારે વિજેતાઓને અભિનંદન આપ્યા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *